ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000 થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ–થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
15,554 સમરસ ગામો જાહેર થયા
આ ઉપરાંત ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ 2026 –27 માં રૂપિયા 60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. લોકશાહીના મૂલ્યોને વધુ દ્રઢ બનાવવા અમલી 'સમરસ ગ્રામ યોજના' હેઠળ અત્યાર સુધી 15,554 સમરસ ગામો જાહેર થયા છે. વર્ષ 2026-27 માટે આ યોજના હેઠળ રૂપિયા 70 કરોડની જોગવાઈ કરવમાં આવી છે.
વર્ષ 2026 -27ના બજેટમાં ₹.1070.52 કરોડનો વધારો
મંત્રીએ વર્ષ 2026 –27ની અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓના જવાબમાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2026 -27ના બજેટમાં ₹.1070.52 કરોડનો વધારો કરીને પંચાયત પ્રભાગ માટે ₹.9378.78 કરોડની અને ગ્રામ વિકાસ પ્રભાગ માટે ₹.5479.07 કરોડ આમ કરીને કુલ ₹.14857.85 કરોડની બજેટમાં જોગાવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગો આરોગ્ય, શિક્ષણ, ICDS, વગેરે મારફતે જે તે વિભાગીય પ્રવૃતિ માટે ગ્રામ્ય કક્ષાની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે પણ અલાયદું બજેટ ફાળવવામાં આવે છે.
અટલવાડી નિર્માણ કરવા માટે વર્ષ 2026 -27માં રૂપિયા 60 કરોડની જોગવાઈ
જયારે ડોર-ટુ-ડોર કચરા, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવામાં આવશે. વર્ષ 2026 -27માં આ સંકલિત યોજના માટે ₹.650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર "અટલવાડી" નિર્માણ કરવા માટે વર્ષ 2026 -27માં ₹.60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામ્ય વિકાસ માટે માળખાગત કામો ગુણવત્તાસભર અને ભવિષ્યલક્ષી બને તે માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ વિકસાવવુ જરુરી જણાતા રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે.જેના માટે ₹.7.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
114 ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે ₹.100 કરોડની નવી યોજના
ગુજરાત રાજ્યમાં સતત થઇ રહેલ શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી વર્ષ 2025-26 માં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા ન હોય તેવી 114 ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે ₹.100 કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. અંદાજપત્રના અનુદાનોની આ તમામ માંગણીઓ વિધાનસભામાં પસાર કરાઇ હતી.