Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં સરકારી નોકરીની મોટી તક, GPSCમાં નીકળી બંપર ભરતી, જાણો વિગત

2 weeks ago
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વહીવટી સેવા,વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-૧ અને ૨, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી,વર્ગ-૨, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ)વર્ગ-૧ અને ૨ સહિતની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. જીપીએસસી દ્વારા આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે. કુલ ૨૨૪ જગ્યાઓ માટે ઉમેદવારો ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૬/૦૪/૨૦૨૬ સુધી અરજી કરી શકશે.

કઈ પોસ્ટ માટે કરી શકાશે અરજી

કાર્યપાલક ઈજનેર (સિવિલ),વર્ગ-૧ (ન. જ. પા. પુ. અને ક. વિ.) : ૧૫
કાર્યપાલક ઈજનેર (સિવિલ),વર્ગ-૧ (મા. અને મ. વિ.) : ૧०
નાયબકાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (ન. જ. પા. પુ. અને ક. વિ.) : ૬૦
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (મા. અને મ. વિ.) : ૧८
પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨, વન અને પર્યાવરણ વિભાગ : ૧८
મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ : ૨૬
હિસાબી અધિકારી, વર્ગ-૧ : ૬
ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ : ૭૧