ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026 દરમિયાન પ્રસિદ્ધ થનારી જાહેરાતો માટેનું વાર્ષિક ભરતી કેલેન્ડર સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 329 જગ્યાઓ ભરવા માટે આખા વર્ષ દરમિયાન પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હજારો ઉમેદવારોને પોતાના અભ્યાસનું આગોતરું આયોજન કરવામાં મોટી મદદ મળશે.
જે અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨, હિસાબી અધિકારી - વર્ગ-૧, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ અને પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨, ગુજરાત ઈજનેરી સેવા, વર્ગ-૧ અને ૨ પ્રિન્સિપાલ/નર્સિંગ ઓફિસર, નર્સિંગ સેવા, વર્ગ-૨, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૨, પ્રિન્સિપાલ, નર્સિંગ સેવા, વર્ગ-૧, નાયબ નિયામક, વર્ગ-૧ (ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ), જુનિયર સ્થપતિ, વર્ગ-૨, નાયબ પશુપાલન નિયામક, વર્ગ-૧, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧, ગુજરાતી પ્રતિવેદક, વર્ગ-૨, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વર્ગ-૨, શ્રેયાન અધિક્ષક, વર્ગ-૨, પ્રોગ્રામ અધિકારી/મદદનીશ નિયામક, વર્ગ-૧ (મહિલા અને બાળ વિકાસ વિભાગ), પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨ (વન અને પર્યાવરણ વિભાગ), ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, વર્ગ-૨, મદદનીશ નિયામક(બોઈલર), વર્ગ-૨માં મળીને કુલ 329 જગ્યા ભરવામાં આવશે.
આ 329 જગ્યા ભરવામાં આવશે
અંદાજિત ૩૨૯ જગ્યાઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ : ૨૦૨૬ દરમિયાન પ્રસિધ્ધ થનાર જાહેરાતોના કાર્યક્રમ સાથેનું વાર્ષિક ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.https://t.co/lvDGpDha5Q
— GPSC (@GPSC_OFFICIAL) February 19, 2026
આ ઉપરાંત આગામી સમયમાં લેવાનાર પ્રાથમિક કસોટી અંતર્ગત સામાન્ય અભ્યાસની કુલ=૬૧ અને સંબંધિત વિષયની કુલ=૨૯ જાહેરાતોની પરીક્ષાની અદ્યતન તારીખ(નિયત તારીખ/તારીખ ફેરફાર)ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આગામી સમયમાં લેવાનાર પ્રાથમિક કસોટી અંતર્ગત સામાન્ય અભ્યાસની કુલ=૬૧ અને સંબંધિત વિષયની કુલ=૨૯ જાહેરાતોની પરીક્ષાની અદ્યતન તારીખ(નિયત તારીખ/તારીખ ફેરફાર) અંગેની ખૂબ જ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.https://t.co/XU4GRLzQgv
— GPSC (@GPSC_OFFICIAL) February 19, 2026