Fri Apr 17 2026

Logo

ટ્રમ્પના 107 મિનિટના ભાષણનું ફેક્ટ ચેક: ભારત-પાક યુદ્ધ અને મોંઘવારીના દાવા કેટલા સાચા?

washington dc   1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટન/નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનમાં ભાષણ વખતે ભારત પાકિસ્તાનના યુદ્ધને રોકવાના દાવા સહિત આઠ યુદ્ધને રોકવાનો દાવો કર્યો હતો. સૌથી મોટા દાવામાં ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું હતું કે જો ભારતના ઓપરેશન સિંદૂર વખતે ભારતને રોકવામાં આવ્યું ન હોત 3.5 કરોડ લોકોના જીવ ગુમાવ્યા હતો. લગભગ 107 મિનિટના ભાષણમાં અનેક ચોંકાવનારા દાવા કર્યા હતા, જેનું ફેક્ટ ચેક કર્યા પછી સોશિયલ મીડિયા પર ટ્રમ્પના જુઠ્ઠાણા પણ પકડાયા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધતા સૌથી લાંબા ભાષણનો ઈતિહાસ રચયો. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આઠ યુદ્ધ રોકવાનો દાવો કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના મુદ્દે ભારત સરકારે અગાઉ સ્પષ્ટતા કરી છે. આ મુદ્દે વારંવાર ટ્રમ્પ એકના એક વાતનું રટણ શા માટે કરે એ સોશિયલ મીડિયા પર સવાલ લોકો કરે છે. બીજી બાજુ આર્થિક વ્યવસ્થા, ટેરિફ વોર સહિત અનેક મુદ્દામાં મીઠું મરચું ભભરાવીને મોટા મોટા દાવા કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાને ન્યૂ યોર્ક ટાઈમ્સ સહિત અનેક મીડિયા હાઉસે ફેક્ટ ચેક કર્યાં હતા. 

ડેમોક્રેટ્સે જૂઠ-જૂઠના નારા લગાવ્યાં
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં ભારત અને પાકિસ્તાન સહિત આઠ યુદ્ધ રોક્યા. સૌથી મોટો દાવો કર્યો કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને લઈ કર્યો હતો. એના પછી જ્યારે લેખિત ભાષણની માહિતી બહાર આવી તો અલગ જ હતી. એટલું જ નહીં, જ્યારે ટ્રમ્પે યુદ્ધ રોકવાનો દાવો કર્યો ત્યારે ડેમોક્રેટ્સ જૂઠ-જૂઠના નારા લગાવ્યા હતા.

બોલો, વોશિંગ્ટનમાં ગુના ઘટ્યા
ટ્રમ્પે વોશિંગ્ટનમાં ગુનાઓ ખતમ કરવાના દાવા કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે વોશિંગ્ટનમાં હવે કોઈ ગુનાઓ થતા નથી, પરંતુ ટ્રમ્પનો આ દાવો ચેક કર્યો હતો ખોટો નીકળ્યો હતો. મેટ્રોપોલિટન પોલીસના અહેવાલ અનુસાર 2026માં ખતરનાક ગુનામાં વધારો થયો છે, તેથી ટ્રમ્પનો એ દાવો પણ પોકળ સાબિત થયો છે.

Reuters

ઇંડા-બીફના ભાવ વધ્યા કે ઘટ્યાં
અમેરિકામાં 2024ની ચૂંટણીમાં ઈંડાના ભાવવધારાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ટ્રમ્પે દાવો કર્યો છે કે મારા આવ્યા પછી ઈંડાના ભાવમાં 60 ટકા ઘટાડો થયો છે. શ્રમ વિભાગે આ મુદ્દે કોઈ સત્તાવાર આંકડા આપ્યા નથી. પણ વાસ્તવિકતા એ છે કે ઇંડા અને બીફના ભાવમાં પણ વધારો થયો છે. 

19 અબજ કે એક અબજ ડોલરનો ભ્રષ્ટાચાર
ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના મિનસોટામાં સોમાલી સમુદાયના લોકોએ 19 અબજ ડોલરનો ભ્રષ્ટાચાર કર્યો છે. જોકે, એ જ વખતે ટ્રમ્પના ડેમોક્રેટ્સ સાંસદ ઈલ્હાન ઉમરે જૂઠાણું ગણાવ્યું હતું. બંને વચ્ચે વિવાદ પણ થયો. બીજી બાજુ અમેરિકન ન્યાય વિભાગ અનુસાર મિનસોટામાં ફક્ત એક અબજ ડોલરનો ભ્રષ્ટાચાર થયો હતો.

જેલ યા પાગલખાનામાંથી કેટલા યુએસ આવ્યાં
ટ્રમ્પે તત્કાલીન બાઈડન સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમે એક કરોડ લોકોને અમેરિકામાં એન્ટ્રી આપી પણ આ બધા સીધા જેલ અથવા પાગલખાનાથી સીધા અમેરિકામાં ઘૂસ્યા હતા. અત્યાર સુધીમાં એના સંબંધમાં અમેરિકન એજન્સીએ કોઈ રિપોર્ટ આપ્યો નથી. જોકે, ટ્રમ્પનો આ દાવો પણ ખોટો છે.

Donald Trump State Of The Union Speech

એક વર્ષમાં કેટલા લોકોને મળી નોકરી
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે મેં એક વર્ષમાં સાત લાખ લોકોને નોકરી આપી, પરંતુ એ પણ હકીકત નથી. અમેરિકન શ્રમ વિભાગના અહેવાલ અનુસાર 2025થી 2026 વચ્ચે અમેરિકામાં ફક્ત 44,000 નોકરીનું સર્જન થયું. આ ઉપરાંત, ટ્રમ્પના ટેરિફ, સામાજિક સુરક્ષા સહિત અન્ય મુદ્દામાં પણ વિગતો વેગળી છે.