Fri Apr 17 2026

Logo

ભારતીય સિનેમાથી હોલિવૂડમાં છૂટી કંપારી...

3 weeks ago
Author: Hema shashtri
Article Image

‘ધુરંધર: ધ રિવેન્જ’ની ટક્કર ટાળવા પહેલા બોલિવૂડ તેમજ સાઉથની અને હવે અમેરિકન ફિલ્મની ભારતમાં રિલીઝ મોડી કરવાનો નિર્ણય લેવો પડ્યો છે

કવર સ્ટોરી - હેમા શાસ્ત્રી

હોલિવૂડની ફિલ્મ હિન્દી ફિલ્મથી ચેતીને ચાલી

 

છેલ્લાં પાંચેક વર્ષથી એક સમયે લહેરાતો હિન્દી ફિલ્મ ઉદ્યોગનો ધ્વજ અડધી કાઠીએ ફરકવા લાગ્યો હતો. એના માટે સાઉથના અને હોલિવૂડના હિન્દીમાં ડબ થયેલા ચિત્રપટ જવાબદાર હતા. 

જોકે, હવે પરિસ્થિતિએ એવો વળાંક લીધો છે કે સાઉથમાં સાવચેતીનું વલણ અને હોલિવૂડમાં સહેજ અમથી કંપારી છૂટી ગઈ છે.

હોલિવૂડની ભારતીય ભાષા (હિન્દી, બંગાળી અને સાઉથની ચાર ભાષા)માં ડબ થતી ફિલ્મો માટે આપણા દર્શકોની આતુરતા અને કંઈક અંશે ઘેલછા જાણીતા છે. ‘માર્વેલ’, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’, ‘ટ્રાન્સફોર્મર્સ’ તેમજ જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો મેટ્રો શહેરોમાં પ્રદર્શિત થવાની હોય ત્યારે ડિસ્ટ્રીબ્યુટરો હિન્દી ફિલ્મો રિલીઝ કરવાનું ટાળતા. બોક્સ ઓફિસની ટક્કરમાં નુકસાન ખમવાનો વારો હિન્દી ફિલ્મને જ આવશે એવી માન્યતા બંધાઈ ગઈ હતી. સ્મોલ બજેટની જ નહીં, સ્ટાર કલાકાર સાથેની બિગ બજેટ ફિલ્મોની રિલીઝ માટે સાવધાની રાખવી પડતી હતી. 

જોકે ઝમાના બદલ ગયા હૈ. હવે ટક્કરથી ચેતવાનો કે ડરવાનો વારો હોલિવૂડનો આવ્યો છે. ‘હેં! હોય નહીં! ’ એવી પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક છે. જોકે, અશક્ય લાગતી વાત હવે શક્ય બની ગઈ છે.

રાયન ગોસલિંગ હોલિવૂડનો જાણીતો ચહેરો છે. પહેલા એક્ટર અને પછી ફિલ્મ નિર્માતા તરીકે એણે કાઠું કાઢ્યું છે. The Notebook, Half Nelson, La La Land  ગોસલિંગની અભિનેતા તરીકે સફળ અને વખણાયેલી ફિલ્મો છે. છેલ્લા પંદરેક વર્ષથી તેણે ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવ્યું છે. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે શરૂઆત કર્યા પછીLost River ફિલ્મથી એ લેખક - દિગ્દર્શક પણ બની ગયો. ગોસલિંગની ફિલ્મની ઘોષણા થતાની સાથે એના માટેની આતુરતા ફિલ્મ રસિકોમાં વધી જતી હોય છે. એના પ્રોજેક્ટમાં કોઈ બદલાવ આવે તો એ વાત મીડિયામાં જરૂરથી ચર્ચાય. તાજેતરમાં એની ફિલ્મ ચર્ચાના કેન્દ્રમાં રહી છે અને એને હોલિવૂડ સાથે નહીં પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નિસ્બત છે.

રાયન ગોસલિંગની સાયન્સ ફિક્શન ફિલ્મProject Hail Mary 9 માર્ચ, 2026ના દિવસે યુએસમાં રજૂ થઈ. બે અઠવાડિયામાં આ ફિલ્મ નોંધપાત્ર વકરો કરવામાં સફળ રહી છે. 20 માર્ચે ભારત સહિત વિશ્વભરમાં તેને પ્રદર્શિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ભારતમાં અને વિશેષ તો મુંબઈ જેવા મેટ્રો શહેરના ડિસ્ટ્રીબ્યુટરોએ રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે દર્શકોમાં રહેલી ગજબની આતુરતાની જાણકારી અને એની પ્રબળ અસર કલેક્શન પર થઈ શકે છે એવી ચેતવણી ગોસલિંગને જરૂર આપી હોવી જોઈએ. પરિણામે અમેરિકન ફિલ્મ 20ને બદલે 26 મેએ પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ના, લેવો પડ્યો એમ કહેવું વધુ યોગ્ય કહેવાય. વાત દીવા જેવી સ્પષ્ટ છે કે હિન્દી ફિલ્મથી હોલિવૂડમાં કંપારી છૂટી ગઈ છે.

ફિલ્મના ડિરેક્ટર ફિલ લોર્ડએ રમૂજમાં કહ્યું પણ ખરું કેHow dare you have your own successful film industry? (અરે, સફળ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બનાવવાની તમારી હિંમત જ કેમ થઈ?!) આ વિધાન ભલે મજાકમાં કરવામાં આવ્યું હોય પણ એમાં આડકતરી રીતે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઉતારી પાડવાનો પ્રયાસ દેખાય છે. એટલે જ ભલે અઠવાડિયું તો અઠવાડિયું, હોલિવૂડને પીછેહઠ કરવી પડી એનો આપણને આનંદ થવો જોઈએ. ફિલ્મના બીજા દિગ્દર્શક ક્રિસ્ટોફર મિલરે વાતનો વિસ્તાર કરી કહ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય સિનેમાનું વર્ચસ વિશ્વમાં વધી રહ્યું છે. દર વર્ષે એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ‘આરઆરઆર’ ફિલ્મથી અમેરિકામાં ભારતીય ફિલ્મોના વ્યાપ ખાસ્સો વધ્યો છે. યુએસમાં ‘આરઆરઆર’ની રિલીઝ અને એના ‘નાટુ નાટુ’ સોન્ગને મળેલો ઓસ્કર એવોર્ડ એની પાવતી છે.

આ વાત માત્ર એક ફિલ્મની ટક્કર ટાળવા પૂરતી સીમિત નથી એવું ડિરેક્ટર ફિલ લોર્ડનું માનવું છે. આ દલીલના સમર્થનમાં તે જણાવે છે કે ‘યુએસની ટોપ ટેન ફિલ્મોમાં કમસે કમ એક બોલિવૂડ ફિલ્મ હોય છે એ જાણીતી વાત છે. આ ફિલ્મો અમેરિકાના થિયેટર ગજાવે છે. દર્શકોની સંખ્યામાં દર વર્ષે વધારો થાય છે.’

ચાર વર્ષ પહેલા હિન્દીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મોનો ગજબનો દબદબો હતો. એને ધૂઆંધાર સફળતા મળવા લાગી. હિન્દી ફિલ્મો નિયમિતપણે જોતા દર્શકોએ ‘આરઆરઆર’, ‘કેજીએફ ચેપ્ટર 2’, ‘પુષ્પા: ધ રાઈઝ’ 

ફિલ્મોને વધાવી લીધી હતી. સાઉથની ફિલ્મોને થતા વકરાની સરખામણીએ હિન્દી ફિલ્મોને 25 પૈસામાં સંતોષ માનવો પડતો હતો. 

ચક્ર એકદમ ફરી ગયું છે. ગયા વર્ષે દેશ - પરદેશમાં ધૂમ મચાવનારની આદિત્ય ધર દિગ્દર્શિત ‘ધુરંધર’ને આંખો અંજાઈ જાય એવી મળેલી સફળતાને પગલે એની સિક્વલ ‘ધુરંધર: ધ રિવેન્જ’ રિલીઝ કરવાની તારીખ (19 મે 2026) જાહેર થતાની સાથે જ ‘કેજીએફ ચેપ્ટર 1 - 2’ના હીરો યશની ક્ધનડ અને અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલી ગેંગસ્ટર ફિલ્મ ‘ટોક્સિક’ યશની લીડ એક્ટર તરીકે 19મી ફિલ્મ હોવાથી એને 19 મે 2026ના દિવસે થિયેટરમાં રજૂ કરવાનું નક્કી થયું હતું. જોકે, ‘ધુરંધર’ની ધૂઆધાર સફળતાથી ચોંકી જઈ એની સિક્વલ સાથેની ટક્કર ટાળવા હવે યશની એ ફિલ્મ ચોથી જૂનને દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત, સત્તાવાર કારણ એવું આપવામાં આવ્યું છે કે મધ્ય - પૂર્વના દેશોમાં યુદ્ધને કારણે ભયંકર અસ્થિરતા પ્રવર્તી રહી હોવાથી 

તેમજ એની સ્પેશ્યલ ઈફેક્ટ્સ બરાબર ન લાગવાને કારણે આ વિલંબનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હકીકત એ છે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટેના આકર્ષણ સામે ‘ટોક્સિક’ને ધારી સફળતા નહીં મળે એવી માન્યતા બની હોવાથી રિલીઝ ધકેલવામાં આવી છે.

દેશમાં વાહ વાહ પણ વિદેશના મીડિયા- ખાસ કરીને પાકિસ્તાન અને અખાતના અમુક દેશોમાં આકરી ટીકાનો સામનો કરી રહેલી ‘ધુરંધર: ધ રિવેન્જ’ ભારતમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. પહેલા છ દિવસમાં ફિલ્મ ઘરઆંગણે 575 કરોડનું કલેક્શન અને વિશ્વભરમાં 750 કરોડના કલેક્શનને પાર કરી ગઈ છે...!                                                                                          ઉ