Tue Apr 21 2026

Logo

હિમાચલ પ્રદેશમાં નાણાકીય કટોકટી વચ્ચે નિર્ણય, વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓના પગાર પર કાપ

1 day ago
Author: chandrakant Kanoja
Article Image

હિમાચલ પ્રદેશ સતત નાણાંકીય કટોકટી વધી રહી છે. જેના પગલે રાજ્ય સરકારે આગામી છ માસ માટે વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારનો એક ભાગ અસ્થાયી રૂપે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
જેમાં સરકારના  વરિષ્ઠ અધિકારીઓના પગારના 30 ટકા અને  મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારનો એક ભાગ પણ છ મહિના માટે સ્થગિત કરવામાં આવશે. 

આ પગાર કાપ કામચલાઉ

આ અંગે સરકારે જાહેર કરેલા જાહેરનામા મુજબ  મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપી કક્ષાના અધિકારીઓના પગારના 30 ટકા રોકવામાં આવશે. જ્યારે સચિવ, વિભાગના વડા, આઈજી, ડીઆઈજી, એસપી અને વન વિભાગના અધિકારીઓના પગારના 20 ટકા રોકાશે. આ વ્યવસ્થા એપ્રિલ 2026 ના પગારથી અમલમાં આવશે  જે મે મહિનામાં ચૂકવવાપાત્ર છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પગાર કાપ કામચલાઉ છે. તેમજ  નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થયા બાદ આ રકમ આપવામાં આવશે. 

નિર્ણયની અસર રાજનેતાઓ પર પડશે

આ નિર્ણયનીઅસર રાજનેતાઓ પર પડશે.  જેમાં મુખ્યમંત્રી 50 ટકા,  નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ  30 ટકા  અને ધારાસભ્યોનો 20 ટકા  પગાર છ મહિના માટે સ્થગિત કરવામાં આવશે. આ પગલાને  કામચલાઉ  પણ  જરૂરી ગણાવતા  મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જોઈએ. જોકે, વિપક્ષના નેતા જયરામ ઠાકુરે આ નિર્ણયને "નાણાકીય કટોકટી જેવી પરિસ્થિતિ" ગણાવી અને સરકાર પર આર્થિક ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે.