Sat Apr 25 2026

Logo

મહિલાની રિપ્રોડક્ટિવ ઓટોનોમી સર્વોપરી; સુપ્રીમકોર્ટે સગીરાને એબોર્શન માટે મંજુરી આપી

1 day ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 15 વર્ષની સગીરાને 31 અઠવાડિયાની ગર્ભાવસ્થાનો તબીબી રીતે અંત લાવવાની મંજૂરી આપી છે.

ચુકાદો સંભળાવતા ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે સગીરાને ગર્ભધારણ કરવા માટે મજબૂર કરવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે સ્ત્રીની રિપ્રોડક્ટિવ ઓટોનોમી સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. 

કોર્ટે કહ્યું કે સગીરાની માનસિક તકલીફને ધ્યાનમાં લેવી જોઈએ, તેણે બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે કહ્યુએ, "સગીરાને ગર્ભધારણ કરવા દબાણ કરવું એ તેના ગૌરવ સાથે જીવવાના અધિકારનું સીધું અપમાન છે."

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે વ્યક્તિના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, ખાસ કરીને પ્રજનનના મામલામાં, કલમ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો ભાગ છે. "સગીરાની રીપ્રોડક્શન ઓટોનોમી સૌથી વધુ મહત્વ આપવું જોઈએ..." 

ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યુ. "ખાસ કરીને સગીરા અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના મામલામાં, ગેરવાજબી નિયંત્રણો લાદીને આ અધિકારનું હનન કરી શકાય નહીં. કોઈ પણ કોર્ટે કોઈ પણ સ્ત્રીને, ખાસ કરીને સગીરા , તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભધારણ કરવા માટે ફરજ પાડવી જોઈએ નહીં." 

કોર્ટે જાણાવ્યું કે ગર્ભ ધારણ કરવા દબાણ કરવુંએ એ સગીરાના ગંભીર માનસિક, ભાવનાત્મક અને શારીરિક આઘાત પહોંચાડી શકે છે.

સરકારની દલીલ:
સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોર્ટ સમક્ષ એક મેડીકલ રીપોર્ટ રજુ કરીને જણાવ્યું કે આ તબક્કે ગર્ભપાત કરવામાં આવે તો સગીરા અને ગર્ભ માટે જોખમો ઉભા થઇ શકે છે.

તુષાર મહેતાએ સૂચન કર્યું કે સગીરાએ બાળકને જન્મ આપવો જોઈએ, અને પછી તેને દત્તક લેવા માટે આપી એવું જોઈ. સરકારે કહ્યું કે પરિવારને પૈસા ચૂકવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે સરકારની દલીલો નકારી કાઢી.