Sat Apr 25 2026

Logo

Mythos AI પર ક્રિમિનલ્સના કબજાથી બેંક ખાતાં પર ખતરો, ભારત સરકારે બોલાવવી પડી મીટિંગ

1 hour ago
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ આજકાલ દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ચર્ચા છે, પણ શું તમે જાણો છો કે એક નવું AI મોડલ ભારતની બેંકિંગ સિસ્ટમ માટે ગંભીર ખતરો બની ગયું છે?  Mythos AI (Claude Mythos), Anthropic દ્વારા વિકસિત એક અત્યંત શક્તિશાળી AI મોડેલ છે, જે હાલમાં વિશ્વભરની સરકારો અને સાયબર સિક્યોરિટી એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે. જેમાં તાજેતરમાં જ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે બેંક પ્રમુખો સાથે એક બેઠક યોજવી પડી છે. 

શું છે Mythos AI?

Mythos એ દિગ્ગજ AI કંપની એન્થ્રોપિક (Anthropic) દ્વારા બનાવવામાં આવેલું અત્યંત શક્તિશાળી અને લેટેસ્ટ AI મોડલ છે. આ મોડલ એટલું જોખમી છે કે તેને હજુ સુધી સામાન્ય જનતા માટે રિલીઝ કરવામાં આવ્યું નથી. તે માત્ર 'પ્રોજેક્ટ ગ્લાસવિંગ' હેઠળ પસંદગીની સંસ્થાઓને જ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ મોડલ ખોટા એટલે કે ગુનાહિત લોકોના હાથમાં આવી ગયું છે, જે સાયબર દુનિયા માટે મોટી ચિંતાનો વિષય છે. જો આ વાત સાચી સાબિત થાય કે Mythos ખરેખર ખોટા લોકોના હાથમાં આવી ગયું છે તો, દુનિયા માટે મોટો ખતરો છે, તેમાં શંકાના કોઈ સ્થાન નથી.  

Mythos શા માટે આટલું જોખમી છે?

Mythos ને માત્ર એક AI નહીં, પરંતુ તેને એક 'ઓટોનોમસ સાયબર-વેપન'  એટલે કે, સ્વયંસંચાલિત સાયબર હથિયાર માનવામાં આવે છે. આ એઆઈ ખામીઓ શોધવામાં માહિર છે. આ AI સોફ્ટવેરના કોડને પલક ઝપકાવતા સ્કેન કરી શકે છે. ડેવલપર્સની નજર જે ખામીઓ કે 'બગ્સ' પર નથી પડતી, તેને Mythos સેકન્ડોમાં શોધી કાઢે છે.  એટલું જ નહીં પરંતુ આ AI એટલું એડવાન્સ છે કે તે યુઝર અથવા સિસ્ટમ એડમિન જેવું વર્તન કરી શકે છે. એટલે કે, જ્યારે તે હુમલો કરે, ત્યારે સુરક્ષા સિસ્ટમને લાગે જ નહીં કે સાયબર એટેક થયો છે. સૌથી ખતરનાક વાત એ છે કે, આ AI એક સાથે હજારો બેંકોના API ને સ્કેન કરી શકે છે. મૂળ વાત એ છે કે, આ AI સામાન્ય હેકર્સ કરતા અનેકગણું વધુ ખતરનાક છે.

ભારતીય બેંકો અને જૂની સિસ્ટમ માટે મોટો ખતરો

ભારતમાં હજી પણ એવી ઘણીં બેંકો છે જે અત્યારે પણ જૂના 'લિગેસી સિસ્ટમ' પર કામ કરે છે. આ સિસ્ટમ્સ દાયકાઓ જૂના કોડ પર આધારિત છે, જે આધુનિક AI હુમલાઓને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા નહોતા. Mythos જેવા એડવાન્સ AI માટે આ જૂના કોડમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવવો ખૂબ જ સરળ છે. આથી, સરકાર અને બેંકિંગ તંત્ર હવે એલર્ટ મોડ પર છે. અને તમામ બેંકોને પણ આદેશ આપવામાં આવ્યાં છે કે, આ AI બચવા માટેના ઉપાયો શોધવાનું શરી દેવામાં આવે અને એલર્ટ રહેવામાં આવે!