Fri Apr 17 2026

Logo

પિંક સાડીમાં શ્રુતી હસને કરાવ્યું મસ્ત ફોટોશૂટ, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ અભિનેત્રી શ્રુતિ હાસન વારંવાર તેના લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના પરંપરાગત અવતારથી બધાનું ધ્યાન ખેંચ્યું. શ્રુતિએ ગુલાબી સાડીમાં પોતાની અદભુત તસવીરો શેર કરી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શ્રુતી પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. એક્ટ્રેસે તાજેતરમાં સાડી લૂક ધરાવતી કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો
આ ફોટોમાં શ્રુતી પિંક સાડીમાં જોવા મળી રહી છે. સાડીમાં પણ તેણે મનમોહક પોઝ આપ્યા હતા. પિંક સાડી સાથે તેમણે મસ્ત પ્રાચીન જ્વેલરી પહેરી છે. પોતાનો લૂક કંપ્લિટ કરવા માટે તેણે માથા પર મરૂન રંગનો ચાંદલો કર્યો હતો. ખાસ વાત તો એ છે કે, આ લૂકમાં તેમણે ખૂબ ઓછો મેકઅપ કર્યો છે.તમામ ફોટોમાં તેનો સિમ્પલ લૂક દેખાઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈપણ ફોટોશૂટમાં એક્ટ્રેસ એક અલગ મેકઅપ કરતી હોય છે. શ્રુતી ઓછામાં ઓછો મેકઅપ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.

અલગ અલગ પોઝ આપ્યા
સાડીમાં પણ એના એકથી એક ચડિયાતા પોઝા આપ્યા હતા. દરેક ફોટોમાં એની નેચરલ બ્યૂટી જોવા મળી હતી. શ્રુતીની આ તસવીરને ફેન્સ જોરશોરથી વાયરલ કરી રહ્યા છે. સાદગીભર્યો અંદાજ જોવા મળતા ફેન્સે કોમેન્ટનો વરસાદ કર્યો હતો. એક ફેન્સે તે એવી કોમેન્ટ કરી દીધી હતી કે, આય..હાય...લાજવાબ. એક યુઝર્સે લખ્યું હતું કે, શ્રુતીનો જવાબ નથી. એક યુઝરે તો માત્ર કિસ વાળું ઈમોજી મૂકીને કોમન્ટ કરી હતી. હકીકત એ પણ છે કે, શ્રુતી સાડી લૂકમાં પણ મસ્ત લાગી રહી છે. જ્યારે ગર્લ્સ આને પર્ફેક્ટ સાડી ફોર પાર્ટી માની રહી છે. વી નેક્નું બ્લાઉઝ અને સાડીને પર્ફેક્ટ પહેરીને શ્રુતીએ ફોટો ક્લિક કરાવ્યા હતા. 

વેબસીરિઝમાં વ્યસ્ત
શ્રુતી કોલ મી બે નામની વેબસીરિઝમાં જોવા મળશે. આ સીરિઝમાં તે અનન્યા સાથે સ્ક્રિન શેર કરી રહી છે. આ વેબસીરિઝનું શુટિંગ થાઈલેન્ડમાં શરૂ થયું છે. સંપૂર્ણ સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ શ્રુતીએ આ સીરિઝ કરવાની તૈયારીઓ બતાવી હતી. જોકે, કોલ મી બે વેબસીરિઝની આ બીજી સીઝન છે. આ સીરિઝનું શુટિંગ ફુકેટ આઈલેન્ડ પર થઈ રહ્યું છે. જોકે, આ વખતે સીરિઝ કઈ થઈ થીમ પર છે એ જાહેર થયું નથી. એ વાત નક્કી છે કે, શ્રુતી આ સીરિઝમાં એક નવા અવતારમાં જોવા મળશે.