Fri Apr 17 2026

Logo

સાહિત્ય અકાદમીનો વર્ષ 2025 નો એવોર્ડ ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને...

1 month ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ભારત સરકારનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા  કરવામાં આવી હતી, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી ને આપવામાં આવ્યો છે.

ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે આ વર્ષે ચયન કરવામાં આવેલ કૃતિનું નામ છે: प्रस्थानचतुष्टये ब्रह्मघोषः આ ગ્રંથમાં હિન્દુ ધર્મમાં મુખ્ય ગણાતાં ઉપનિષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત ગ્રંથનો આધાર લઈને બ્રહ્મ તત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. સૂત્રાત્મક રીતે પદ્ય શૈલીમાં રચવામાં આવેલા આ ગ્રંથને વિદ્વાનો  દાર્શનિક કાવ્ય તરીકે  જુએ છે. આ ગ્રંથની સાહિત્યિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને મૂર્ધન્ય વિદ્વાનોની  ચયન સમિતિ દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે તેને જાહેર કરવામાં આવેલ છે. 

આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત તત્ત્વ જ્ઞાનને સાહિત્યિક રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં પ્રકાશિત આ ગ્રંથ લેખકે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી રચેલ છે.
આ એવોર્ડની જાહેરાતથી વિદ્વાનોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.