નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એ દુનિયાભરના રાષ્ટ્રની ચિંતા વધારી દીધી છે. વિશ્વના નાના-મોટા દરેક રાષ્ટ્ર હવે સમુદ્રી હિલચાલ પર દિવસ-રાત નજર રાખી રહ્યા છે. આ પાછળનું કારણ એ છે કે, દરેક દેશ ઊર્જા અને ક્રૂડ ઓઈલને લઈ મિડલ ઈસ્ટ પર નિર્ભર છે. હજુ પણ ઘણાય જહાજ હોર્મુઝની આસપાસ ફસાયા છે. આ માહોલ વચ્ચે રશિયા કમાઈ લેવાના મૂડમાં છે.
ચીનના બદલે ભારતમાં આગમન
રશિયાઈ ક્રૂડ લઈને જઈ રહેલું સમુદ્રી ટેન્કર જે ચીન તરફ જઈ રહ્યું હતું એ અચાનક દક્ષિણ ચીન પ્રાંતમાં પોતાના રસ્તો બદલીને ભારત તરફ ટર્ન થયું હતું. આ ટેન્કર ચીન તરફ જઈ રહ્યું હતું જે હવે ટર્ન લેતા ભારત તરફ ગતિ કરતું ટ્રેકિંગ સિસ્ટમમાં જોવા મળ્યું હતું. ટ્રેકિંગ ડેટાના રિપોર્ટ અનુસાર એક્કા ટાઈટન નામનું ટેન્કર 21 માર્ચના રોજ મેંગ્લોર પોર્ટ પર પહોંચશે. આ ટેન્કરમાં યુરાલ ક્રૂડ ઓઈલનું છે અને તેનો પ્રકાર કાર્ગો છે. જાન્યુઆરી મહિનામાં બાલ્ટિક સાગરના એક પોર્ટ પરથી એમાં ક્રૂડ ભરવામાં આવ્યું હતું.રિપોર્ટ અનુસાર, આ ટેન્કર પહેલા ચીનના રીઝાઓ પોર્ટ તરફ જઈ રહ્યું હતું.
અચાનક કેમ લીધો યુ-ટર્ન?
રિપોર્ટ અનુસાર રશિયાથી તે ઓઈલ લઈને નીકળ્યું હતું. એક સાથે સાત ટેન્કર ઓઈલ લઈને નીકળ્યા હતા. સમુદ્રી સફરમાં વચ્ચેથી જ ચીનના બદલે તે ભારતમાં ટર્ન થઈ ગયા હતા. ટ્રેકિંગ ડેટા પરથી એ વાત પણ જાણવા મળી છે કે, એક જહાજ ગુજરાતના સિક્કા બંદર પર આવી શકે એમ છે. 25 માર્ચના તે ગુજરાતના સિક્કા બંદરે આવી શકે એમ છે. આ ટેન્કર કજાકસ્તાનનું ક્રૂડ ઓઈલ લઈને જઈ રહ્યું છે.
હોર્મુઝ ક્રિક બંધ થતા અનેક જહાજનું સંચાલન અટકી ગયું છે. કેટલાક જહાજ વૈકલ્પિક રૂટ શોધી રહ્યા છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, હવે જહાજ બીજા રસ્તેથી જે તે દેશમાં પહોંચશે તો સમય અને અંતર બન્ને વધશે. ભારતીય રિફાઈનરીએ રશિયન ક્રૂડ ખરીદવાની તૈયારી બતાવી છે. આવનારા એકાદ મહિનામાં તે 30 મિલિયન બેરલની ખરીદી કરી શકે છે.