ન્યુયોર્ક: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેને ખોલવા માટે બહેરીન દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે, રશિયા અને ચીન દ્વારા તેની પર વીટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બહેરીન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવમાં અનેક સુધારા કરવામાં આવ્યા હતા.
આ ઠરાવ 11-2 મતથી પસાર થયો હતો
જેમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં આ ઠરાવ 11-2 મતથી પસાર થયો હતો. જ્યારે પાકિસ્તાન અને કોલંબિયાએ મતદાનમાં ભાગ લીધો નહીં. આ મતદાન એવા સમયે થયું જ્યારે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ નહિ ખોલે તો મોટા હુમલાનો સામનો કરવો પડશે.
લશ્કરી કાર્યવાહી પણ સામેલ હતી
યુએનએસસીમાં આ પ્રસ્તાવમાં બહેરીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતમાં બધા જરૂરી પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. જેમાં લશ્કરી કાર્યવાહી પણ સામેલ હતી. જેનો ઉદ્દેશ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવર સુનિશ્ચિત કરવાનો અને તેને અવરોધિત કરવાના કોઈપણ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો હતો. જોકે, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા વીટો-શક્તિશાળી દેશોના વિરોધને પગલે દરખાસ્તમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હતા.
જળમાર્ગનો ઉપયોગ કરતા દેશો સહયોગ કરીને રક્ષાત્મક પગલાં ઉઠાવે
જ્યારે અંતિમ ડ્રાફ્ટમાં કોઈપણ પ્રકારની લશ્કરી અથવા આક્રમક કાર્યવાહી નહિ કરવા નોંધવામાં આવ્યું હતું.
તેમજ અંતિમ પ્રસ્તાવમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે આ જળમાર્ગનો ઉપયોગ કરતા દેશો સહયોગ કરીને રક્ષાત્મક પગલાં ઉઠાવે. જેનાથી જહાજની સરળ અવર જવર થઇ શકે.