મુંબઈઃ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર-2'ની જબરદસ્ત સફળતા એ અનેક મોટા કદના કલાકારો-ફિલ્મનિર્માતાને વિચારતા કરી દીધા છે. રીલથી લઈને રીયલ લાઈફ સુધી ફિલ્મની દરેક ફ્રેમની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તો સંગીતપ્રેમીઓ ફિલ્મના સંગીત અને બેગ્રાઉન્ડમાં વાગતા ગીતને પસંદ કરી રહ્યા છે. ફિલ્મ હીટ સાબિત થયા બાદ રણવીરસિંહ અને સંજય દત્તે પહેલીવાર એક સાથે ઈવેન્ટ શેર કરી છે. મુંબઈમાં જન્મદિવસની એક પાર્ટીમાં બન્ને કલાકારોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે દમદાર ડાન્સસ્ટેપ કરતા જોવા મળ્યા હતા.
હમઝા અને એસ.પી. અસલમ એકસાથે
ફિલ્મમાં હમઝાનું પાત્ર પ્લે કરતા રણવીરસિંહ અને અસલમનો રોલ પ્લે કરતા સંજય દત્તની જોડીએ પાર્ટીમાં મહેફિલ જમાવી દીધી હતી. હીટ ગીત પર અચાનક ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. 'ધુરંધર-2' ફિલ્મમાં સંજુબાબાએ પાકિસ્તાની પોલીસ ઓફિસર અસલમ ચૌધરનો રોલ પ્લે કર્યો છે.મુંબઈમાં જાણીતા બિઝનેસ મેન મોહિત કંબોજની દીકરી મિશકા કંબોજની બર્થ ડે પાર્ટીમાં બન્ને કલાકારો આવ્યા હતા. આ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મના ટાઈટલ ટ્રેક સાથે રણવીર સ્ટેજ પર જોવા મળ્યો જ્યારે સંજુબાબાએ એમનો ઉત્સાહ વધાર્યો હતો.
બન્નેના કૂલ લૂકની ચર્ચા
બન્ને કલાકારો આ પાર્ટીમાં એક મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. સંજય દત્ત કુર્તા સાથે જોવા મળ્યા જ્યારે રણવીરસિંહ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા. ડેનિમના જેકેટમાં અને બ્લેક કલરના ચશ્મામાં એનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. આરી-આરી સોંગ જ્યારે પ્લે થયું એ સમયે રણવીરે એ ગીત પર માઈસ સાથે સૂર પુરાવ્યો હતો.આ ગીત પર બન્નેએ સારા એવા ડાન્સ સ્ટેપ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ સૌનું દિલ જીતી લીધું છે. બન્ને વચ્ચેની દોસ્તી દેખાઈ રહી છે. આ વીડિયો પર યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, હમઝા અને અસલમે તો કમાલ કરી દીધી.
કોમેન્ટનો વરસાદ થયો
આ વીડિયો પર આવેલી કોમેન્ટ પણ ખરેખર વાંચવા જેવી છે. એક યુઝર્સે લખ્યું કે, શાનદાન ડાન્સ, મઝા આ ગયા. અન્ય એક યુઝર્સે લખ્યું આપ કે જૈસા કોઈ નહીં...મઝા આ ગયા. અન્ય એક યુઝર્સે લખ્યું કે, રણવીરસિંહની ઓફ સ્ક્રિન એનર્જી પણ દમદાર. આદિત્ય ધરની આ ફિલ્મમાં જોરદાર રીસર્ચ જોવા મળી રહ્યું છે. દેશમાં આવેલા પરિવર્તનોને આવરી લઈને નાનામાં નાની વિગત પણ વ્યવસ્થિત રીતે ફિલ્મી સ્ક્રિન પર આવરી લીધી છે. પાકિસ્તાનના કરાંચીમાં આવેલા લૈયારી વિસ્તારને આબેહુબ સેટ તૈયાર કરીને ખરા અર્થમાં પાકિસ્તાનીઓએ પણ ચોંકાવી દીધા હતા. ફિલ્મનો સેટ એટલો વાસ્તવિક લાગી રહ્યો હતો કે, જાણે પાકિસ્તાનના ખરેખર લૈયારીમાં આવી ગયા હોય.
જોરદરા ક્લેક્શન
આ ફિલ્મે બોક્સ ઓફિસર પર છપ્પરફાડ કમાણી કરી લીધી છે.વર્લ્ડવાઈડ ક્લેક્શન 3000 કરોડને પાર થતા ફિલ્મનિર્માતાની ખુશી સાતમા આસમાને છે. ફિલ્મ સાથેની હકીકતની વાત કરીએ તો ફિલ્મનો એક પણ સીન પાકિસ્તાનમાં શૂટ થયો નથી. ફાઈટ સીન લુધિયાણા પાસે આવેલા ખેરા ગામમાં શૂટ થયા છે તો કેટલાક સીન ચંદીગઢના હાઈવે પર શૂટ કરવામાં આવ્યા છે, જ્યારે લૈયારી ગૅંગવોરનો સીન મુંબઈમાં તો કેટલોક ભાગ લુધિયાણાના સ્ક્રેપયાર્ડમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ ગૅંગવોર વખતે જોવા મળતા કાર અને ટાયરના સ્ક્રેપ રીયલ છે. આમા કોઈ પ્રોપ યુઝ કરવામાં આવ્યા નથી.