નવી દિલ્હી: રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ના સાત સાંસદોએ ભાજપમાં જોડાયા છે. જેના લીધે રાજ્યસભા ભાજપ માટે નંબર ગેમમાં મોટો બદલાવ આવ્યો છે. રાઘવ ચઢ્ઢા સાથે સાત સાંસદોને તોડવા ભાજપની રણનીતિ માનવામાં આવી રહી છે. જેના લીધે હવે ભાજપ પોતાના બળ પર બહુમતી મેળવવાની નજીક પહોંચી છે.
પક્ષપલટાનો કાયદો લાગુ નહિ થાય
આ ઉપરાંત રાઘવ ચઢ્ઢાના મતે, આપના કુલ દસ રાજ્યસભા સાંસદોમાંથી સાત ભાજપમાં જોડાતા પક્ષપલટાનો કાયદો લાગુ નહિ થાય. કારણ કે પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ નિર્ધારિત બે તૃતીયાંશ બહુમતીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. જેના લીધે આ સાંસદોને ગેરલાયક ઠેરવવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, ભાજપના રાજ્યસભા સાંસદોની વર્તમાન સંખ્યામાં હવે સાત સભ્યોનો સીધો વધારો જોવા મળશે. જેના લીધે રાજ્યસભામાં કોઈપણ બિલ પસાર કરવાનું ભાજપ માટે સરળ બનશે.
आम आदमी पार्टी के सांसद राघव चड्ढा जी ने दो तिहाई सांसदों के साथ किया भाजपा में विलय करने का ऐलान@raghav_chadha @BJP4India pic.twitter.com/q0ijrPXwZd
— Haryana BJP (@BJP4Haryana) April 24, 2026
ગૃહમાં પાર્ટીની સંખ્યા 106 થી વધીને 113 થશે
તેમજ રાજ્યસભામાં આપના 7 સાંસદોના ભાજપમાં જોડાયા બાદ ગૃહમાં પાર્ટીની સંખ્યા 106 થી વધીને 113 થશે. આનાથી ગૃહમાં સરકારની સ્થિતિ વધુ મજબૂત થશે. ભાજપમાં જોડાયેલા સાંસદોમાં રાઘવ ચઢ્ઢા (પંજાબ),
હરભજન સિંહ (પંજાબ),સંદીપ પાઠક (પંજાબ),અશોક મિત્તલ (પંજાબ),રાજિન્દર ગુપ્તા (પંજાબ),વિક્રમ સાહની (પંજાબ), સ્વાતિ માલીવાલ (દિલ્હી) ના નામ છે. રાજ્યસભામાં 12 નામાંકિત બેઠકો છે. આમાંથી પાંચ સાંસદો પહેલાથી જ ભાજપના સમર્થનમાં હોવાનું માનવામાં આવે છે.
રાજ્યસભામાં આપની સ્થિતિ નબળી
આ ફેરફારોને પગલે, રાજ્યસભામાં આપની સ્થિતિ નબળી પડશે. હવે રાજ્યસભામાં પાર્ટી પાસે ફક્ત ત્રણ સાંસદો બાકી છે. જેમાં સંજય સિંહ (દિલ્હી), એન.ડી. ગુપ્તા (દિલ્હી) અને બલબીર સિંહ સીચેવાલ (પંજાબ)ના છે.
આપ માટે એક મોટો આંચકો
આ ઉપરાંત ભાજપમાં જોડાયેલા સાત સાંસદોમાંથી છ પંજાબના છે. જેની સીધી અસર રાજ્યના રાજકારણ પર પડશે. ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટનાક્રમને આપ માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.