Tue Apr 21 2026

Logo

આહારથી આરોગ્ય સુધી: ગંજાપણું (એલોપેસીયા) અટકાવવા શું જરૂરી છેે?

10 hours ago
Author: Dr. Harsha Chadwa
Article Image

 

- ડૉ. હર્ષા છાડવા

સુંદરતા માટે અને આકર્ષક વ્યક્તિત્વ માટે વાળનું મહત્ત્વ અધિક છે. અને તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સુંદર ભરાવદાર વાળ એ સ્વસ્થ સ્વાસ્થ્યનું દર્પણ છે. સુંદર વાળથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વાળની સુંદરતા એટલે પણ મહત્ત્વપૂર્ણ છે. જે રૂપ અને ભાવને આકાર આપે છે. વાળની સમસ્યા આધુનિક સમયમાં વિશ્ર્વ વ્યાપી છે. બજારમાં પણ અનેક દવાઓ અને વાળ માટેની સાધન સામગ્રી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ  છે. વાળ એ મોટું વ્યાપાર જગત છે.

વાળ ખરાબ થવા કે ઓછા થઇ જવા કે, સદંતર ખરી પડવાના કારણ સૌને ખબર છે કે લાઇફ સ્ટાઇલ બગડવી, કેમિકલનો ઉપયોગ, ખાદ્ય પદાર્થમાં અને બાહ્ય વપરાશની વસ્તુઓમાં મોટા પ્રમાણમાં છે. બીમારી, એનિમિયા, જેવી તકલીફોના કારણે વાળની સમસ્યાઓ ખૂબ મોટા પાયે છે.

વાસીડિલેશન આ પ્રક્રિયા સારી રીતે ન થવાને કારણે વાળની સમસ્યા વધી રહી છે. વાસીડિલેશન આ એક ચિકિત્સીય શબ્દ છે. આનો અર્થ એ છે કે શરીરની  રક્તવાહિનીઓનું પહોળું થવું. શરીરમાં આ પ્રક્રિયા સ્વાભાવિક રૂપથી થાય છે. રક્તવાહિનીઓનું પહોળું થવું જરૂરી છે. કારણ લોહીનો વહાવ (સરકયુલેશન) મુક્તપણે  થવું જરૂરી છે. રક્તવાહિનીઓ જે ધમની અને શિરા છે તેનું પહોળું થવું બંધ થવું એટલે તેની પર સોજા છે અથવા તેના પર બળતરા થવી તે છે આના કારણે હેરફોલીક પાસે લોહી ઓછું પહોંચે છે અને ઓકિસજન ઓછું મળે છે. જેના કારણે વાળને પોષણ મળતું ઓછું પડે છે કે બિલકુલ મળતું નથી. તેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. હાલની સમસ્યા વાળ માટેની વધુ છે.

મિનોકિસડિલ આ એક પ્રમુખ તત્ત્વ જે વાળની વૃદ્ધિ માટે રક્તવાહિનીઓને પહોળી કરવાનું કામ કરે છે. જે લોહીમાં સ્વાભાવિક રૂપથી હોય છે. રકતમાં આ તત્ત્વની ઊણપ કે ઓછપ થતાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ તત્ત્વ આપણાં ખોરાકમાં સીધેસીધું મળતું નથી તે અન્ય વિટામિન અને મિનરલસથી મળે છે. વિટામિન અને મિનરલ્સ ઓછા થવા કે બગડવાથી મિનોકિસડિલ રક્તમાં ઓછું પડે કે ન બને તો વાળની સમસ્યાઓ થાય છે રક્તવાહિનીઓનું ઉત્તેજિત થવું જરૂરી છે. તેની માટે મિનોકિસડિલ જરૂરી છે. આ તત્ત્વ બનવા માટે જરૂરી છે. વિટામિન  બી/12, વિટામિન બી-/6 વિટામિન  - ડી  ઝીંક, આયર્નનું શરીરમાં સંતુલન હોવું.

મિનોકિસડિલ દવા રૂપે બજારમાં ઘણું મળે છે. આનો ફાયદો થતો નથી. મારી પાસે આવેલા વાળની સમસ્યાવાળાઓએ આ દવાનો પ્રયોગ ત્રણથી છ મહિના કર્યો હતો. પણ પરિણામ શૂન્ય મળ્યું. પૈસાના બગાડ તેમ જ સાઇડ ઇફેક્ટની તકલીફ. જાણી લો કે વિટામિન બી/2, લગભગ પાંચસોની ઉપર હોવું જોઇએ. વિટામિન-ડી પચાસની ઉપર જરૂરી છે. ઝીંક એંસી જેટલું હોવું જોઇએ, આયર્નની માત્રા સૌથી વધુ જોઇએ. જેના કારણે વાસોડિલેશન પ્રક્રિયામાં કોઇ અવરોધ ન આવે અને વાળનો ગ્રોથ અને સુંદરતા જળવાઇ રહે છે. અન્ય કોઇપણ દવાઓ તેલ કે અન્ય સાધનો કામ નથી આવતાં. મેડિકલ રિપોર્ટ કઢાવીને નિર્ણય લેવો. કયા વિટામિન કે મિનરલ્સની કમી છે. 

વિટામિન બી/2 પાંચસોથી વધુ હોવું જરૂરી છે. કારણ લોહી વધારવા માટે, આર.બી.સી. સેલની જાળવણી માટે માયલીનશીથ કોટિંગની જાળવણી માટે નર્વને ડેમેજ થતી રોકવા માટે,  બર્નિંગ સંસેશન (બળતરા)  રોકવા માટે, ઓટોઇમ્યુન સિસ્ટમ માટે, શરીરની સિગ્નલ વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટે, હોમોસીસ્ટિનને વધુ થતું રોકવા માટે, તેમ જ યાદશક્તિ માટે આ વિટામિન ખૂબ જરૂરી છે. જો એનર્જી મેટાબોલીઝમમાં રુકાવટ આવે તો શરીર પર ખૂબ મોટી હાનિ દેખાય છે. વાળના હેરફોલીકમાં બળતરા (ઇન્ફલામેશન) રોકવી જરૂરી છે. માટે વિટામિન-બી મળી રહે તે જરૂરી છે. એસિડનું સંતુલન જરૂરી છે. સારા એસિડના કારણે વિટામિન-બીનું શોષણ થાય છે.

વિટામિન ડીની ઊણપના કારણે હાડકાં નબળાં બને છે વાળ પણ હાડકાંનું જ સ્વરૂપ છે. ઇમ્યુનિટી નબળી પડે છે. વાળને પોષણ ન મળતાં વાળ ખરે છે. તેમ જ આની ઊણપના કારણે  ડાયાબિટીસનો ખતરો વધુ રહે છે, સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી છે.

ઝીંકની ઊણપમાં પાચનતંત્ર નબળું થાય છે. પાણી જેવા ઝાડા થાય છે. ગ્રોથ નબળી પડે છે, જેના કારણે વાળ નબળા પડે છે.

આર્યનની ઊણપના કારણે હિમોગ્લોબીન ઓછું બને છે. એનર્જી બુસ્ટ માટે આયર્ન જરૂરી છે. સ્કિન ખરાબ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય જેથી ઓકિસજનની ઓછપ થાય કે સેલ પાસે ઓછું પહોંચે છે અને ઘણીયે વ્યાધિ શરૂ થાય છે.

કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડની બીમારીના કારણે વાળ જરૂર ખરી જાય છે અને એલોપેસીયા થાય છે. દવાઓથી બીમારી ઠીક થતી નથી બીજી સમસ્યાઓ વધી જાય છે. અસલ દવા જમીનમાંથી જ આવે છે. સારો, શુદ્ધ ખોરાક જ બચાવી શકે છે. સાબુ શેમ્પૂનો ઉપયોગથી ડી.એચ.ટી. ખરાબ થાય છે. ડી. એચ. ટી. આ એક હાર્મોન છે. હેર ફોલીક માટે જરૂરી છે. આને કારણે પુરુષોમાં એલોપેસીયા (ગંજાપણુ) જલદી થાય છે.

ખાદ્ય પદાર્થ કેમિકલ વગરના હોવા જરૂરી છે. જેથી શરીરના અવયવમાં બળતરા ન થાય. વાળના ગ્રોથ માટે પમકીન-પમકીનસીડ, કાંદા વિટામિન-સી વાળો ખોરાક, લીલા પાંદડાવાળી શાકભાજી, વાસીભાત, વાસી રોટલી, સવારના નાસ્તામાં જરૂરી છે. તેમ જ વાળના પ્રોટીન માટે કેરાટીન જરૂરી છે. કેરાટીનના કારણે વાળની આયુ વધે છે. તેમ જ નવા વાળ આવે છે. ગાજર, શક્કરિયા, ગાજરના-પાનમાં કેરાટીન ખૂબ જ હોય છે.

આ બધા જ તત્ત્વો મળીને રક્તવાહિનીમાં વાસોડિલેશન પ્રકિયા સુચારુ રૂપથી ચલાવે છે. 

યોગ્ય અને સાચી સંભાળ વાળની સમસ્યા દૂર કરી શકે છે.