Fri Apr 17 2026

Logo

નીતીશકુમાર બાદ કોણ બનશે બિહારના મુખ્યમંત્રી? ભાજપના સરપ્રાઈઝ ફેક્ટર પર સૌની નજર

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

પટણાઃ બિહારમાંથી હવે નીતીશકુમાર યુગનો અંત નજીક આવી રહ્યો છે. મુખ્યમંત્રી તરીકે ચૂંટયા બાદ રાજ્યસભામાં વિજયકુચ કરી હતી.સમગ્ર બિહારમાં હવે ચર્ચા એ છે કે, નીતીશકુમાર બાદ હવે મુખ્યમંત્રી તરીકે કોણ આવશે. જે ચહેરો આવશે એ જેડીયીમાંથી આવશે કે ભાજપમાંથી એ વિષય પર ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે. બિહારમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં NDA એ પાંચ બેઠકો જીતી છે. 

નીતીશકુમારની જીત થઈ છે

આમાંથી એક જીત બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની છે. ભાજપને આશા છે કે નીતિશકુમાર તેમની 'સમૃદ્ધિ યાત્રા'ના સમાપન પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. જોકે, ભાજપની અપેક્ષાઓથી વિપરીત,જેડીયુ હવે કોઈ નિર્ણય લેતા પહેલા અનેકવાર વિચારી રહી છે. પાર્ટી સાથે જોડાયેલા સુત્રો એવું કહે છે કે, પાર્ટી હવે આ વિલંબનો ફાયદો ઊઠાવવાના મૂડમાં છે. રાજકીય દાવપેચ રમાય તો નવાઈ નહીં.પ્રાધાન્ય એ અપાઈ રહ્યું છે કે, નીતીશકુમાર બાદ હવે નવો ચહેરો કોણ એ અંગે કોઈને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે. પાર્ટીએ એ વાતની ચોખવટ કરી દીધી છે કે, બિહારમાં રાજસ્થાન કે મધ્ય પ્રદેશ જેવું બિલકુલ નહીં થાય. 

ભાજપની સરપ્રાઈઝ પોલીસી

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે મોટી સરપ્રાઈઝ આપી હતી. યોગ આદિત્યનાથનું નામ કોઈના મનમાં ન હતું અને એમને ઉત્તર પ્રદેશના સુકાની બનાવી દેવાયા હતા. બિહારમાં હવે આ સરપ્રાઈઝ પોલીસી ભાજપ અપનાવે એવી શક્યતાઓ છે. રાજકીય વિશ્વષકોના મતે ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાંથી જે નિર્ણય હોય એ ચહેરો કાયમી ધોરણે સરપ્રાઈઝ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને પ્રભારી વિનોદ તાવડે રાજ્યના કેટલાક નેતાઓ સાથે સંપર્કમાં છે અને પટણામાં એક વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં બિહારના નેતાઓનું વલણ અને ઈચ્છા જાણવામાં આવી રહી છે. 

ભાજપ પાસે 89 ધારાસભ્યો

નીતીશકુમાર 8 એપ્રિલના રોજ રાજીનામું આપી શકે છે. જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજયકુમાર ઝાએ સ્પષ્ટતા કરી હતી કે, 14 દિવસનો નિયમ લાગુ છે અને તેનું ચુસ્તપણ પાલન કરવામાં આવશે. અનુમાન એવું પણ છે કે, 13 એપ્રિલના રોજ નીતીશકુમાર રાજ્યસભાના સાંસદ તરીકેના શપથ લઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી પાસે 12થી વધારે નામની યાદી તૈયાર છે.જેડયુએ ચોખવટ કરી છે કે, નીતીશકુમારનો ઉત્તરાધિકારી એમની પસંદગીનો વ્યક્તિ જ હોવો જોઈએ.હવે જે પણ ચહેરો બિહારના મુખ્યમંત્રી તરીકે આવશે તો એમની પાસે જવાબદારીઓ મોટી રહેશે. બિહારમાં સમાજવાદી પાર્ટીની પણ એક વિચારધારા કામ કરી રહી છે.આ સિવાય અન્ય પ્રાદેશિક પક્ષોને પણ વિશ્વાસમાં લેવા અત્યારે તો જરૂરી જણાય છે. સંખ્યાની વાત કરવામાં આવે તો ભાજપ પાસે 89 ધારાસભ્યો છે