Fri Apr 17 2026

Logo

મહારાષ્ટ્રમાં NEP 2020 હેઠળ કોલેજ ફેકલ્ટી માટે ટ્રેઈનિંગ ફરજિયાત: મેથી થશે શરૂ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મે મહિનાથી કોલેજોના આચાર્યો, ડિરેક્ટરો અને ફેકલ્ટી માટે ટ્રેઈનિંગ ફરજિયાત બનાવી દીધી છે, કારણ કે રાજ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ હેઠળ નવા ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગુરુવારે તેમના વિભાગ દ્વારા આયોજિત ચર્ચામાં આ જાહેરાત કરી.

સત્તાવાર જાહેરાત અનુસાર મુજબ, મહારાષ્ટ્ર સ્ટેટ ફેકલ્ટી ડેવલપમેન્ટ એકેડમી પહેલાથી જ ઓનલાઈન તાલીમ માટે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ  કોર્સ તૈયાર કરી રહી છે, જે મેના મધ્યમાં શરૂ થવાની અને મે અને જૂન સુધી તબક્કાવાર ચાલુ રહેવાની અપેક્ષા છે.

નવી શૈક્ષણિક રચના કોલેજોમાં એકસરખી રીતે લાગુ થાય અને અમલીકરણ દરમિયાન કોઈ શૈક્ષણિક કે વહીવટી સમસ્યાઓ ન આવે તે માટે ઓનલાઈન ટ્રેઈનિંગ  ફરજિયાત બનાવવામાં આવી છે.

પાટીલે જણાવ્યું હતું કે આ નિર્ણય એનઇપી 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણને સંશોધનલક્ષી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષથી ચાર વર્ષના સ્નાતક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.