12 વર્ષના શાસનમાં પ્રથમ વખત મોદી સરકારને ગૃહમાં બિલ પસાર કરવામાં મળી નિષ્ફળતા
નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ પર મતદાન થયું હતું. જોકે, વિપક્ષે સાથ ના આપતા મહિલા આ બિલો લોકસભામાં નામંજૂર થયા છે. આ પૂર્વે આ બિલો પર લાંબી ચર્ચા થઈ હતી, અને વિપક્ષે સતત તેનો વિરોધ કર્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિપક્ષને આ બિલોને સમર્થન આપવા અપીલ કરી હતી. જોકે, આખરે મહિલા અનામત સંબંધિત આ બિલો લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયા હતા.
સરકારને કુલ 54 વોટ ઓછા પડ્યા
લોકસભામાં ત્રણ બિલો - બંધારણ (131મો સુધારો) બિલ, 2026, કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2026, અને સીમાંકન બિલ 2026 પર મતદાન થયું હતું. જેમાં જેમાં પહેલા રાઉન્ડમાં ચાલી રહેલા વોટિંગમાં પાસ કરવાના પક્ષમાં 278 અને વિપક્ષમાં 211 મત મળ્યા છે. સરકારને કુલ 54 વોટ ઓછા પડ્યા હતા. જ્યારે પહેલા રાઉન્ડમાં કુલ 489 લોકોએ મતદાન કર્યું હતું. આ બિલ પસાર કરવા માટે ગૃહમાં બે તૃતીયાંશ સાંસદોના મત જરૂરી હતા.
બિલ અંગે ઉગ્ર ચર્ચા થઈ
લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ અંગે ઉગ્ર ચર્ચા થઈ છે. વિપક્ષ સતત આ બિલોનો વિરોધ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા અનામત સામે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ ઇન્ડી ગઠબંધનના તમામ સભ્યોએ જો અને પરંતુનો આશરો લઈને તેનો વિરોધ કર્યો છે. તેમજ સીમાંકનનો વિરોધ કરી રહેલા વાસ્તવમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.
મહિલા અનામતનો વિરોધ કર્યો
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જો કોઈ આ ચર્ચાને ધ્યાનથી સાંભળે તો એ સ્પષ્ટ થાય છે કે કોઈએ મહિલા અનામત અંગેના બંધારણીય સુધારાનો વિરોધ કર્યો નથી. તમામે સમર્થન આપ્યું છે કે તેઓ આ બંધારણીય સુધારાનું સ્વાગત કરે છે. જોકે, ઇન્ડી એલાયન્સના તમામ સભ્યોએ સ્પષ્ટપણે મહિલા અનામતનો વિરોધ કર્યો છે. તેમજ વિપક્ષ બિલને લાગુ કરવાની રીતનો વિરોધ નથી કરી રહ્યું. પરંતુ મહિલા અનામતનો વિરોધ કરી રહ્યો છે.
ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર શરૂ થયા
લોકસભામાં મહિલા અનામત સહિતના સીમાંકન સંબંધિત ત્રણ સુધારેલા બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. હતા. જેની સત્તાધારી પક્ષના સાંસદોએ રાહુલની ટિપ્પણી સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર શરૂ થયા હતા.