Fri Apr 17 2026

Logo

નીતા અંબાણીએ 400 વર્ષ જૂનો વારસો દર્શાવતી સાડી પહેરી ખેંચ્યું ધ્યાન, બનાવતા લાગ્યા હતા 4 મહિના, જાણો શું છે ખાસિયત

1 week ago
Author: MayurKumar Patel
Article Image

નીતા અંબાણીનું સાડી કલેકશન રિચ અને ક્લાસી હોય છે. દરેક વખતે તે લોકોનું દિલ જીતી લે છે. રામનવમી પર ભગવાન રામનું નામ લખેલી સાડી પહેરીને નજરે પડ્યા હતા. જે બાદ તેઓ હવે વધુ એક વખત 400 વર્ષ જૂની વિરાસતને દર્શાવતી અને ખાસ ગામમાં બનેલી કાંજીવરમ સાડી પહેરીને રોયલ લુકમાં નજરે પડ્યા હતા. 

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ત્રણ વર્ષ પૂરા થવા પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બોલિવુડથી લઈ ક્રિકેટ જગતના સિતારાઓ પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં તેમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાડી પર કરવામાં આવેલું વર્ક પણ ખાસ હતું.

નીતા અંબાણીએ કાંજીવરમ સાડી પહેરી હતી. જે તમિલનાડુના કાંચીપુરમમાં બની હતી. આ જગ્યાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. નીતા અંબાણીની સાડી બનાવવામાં કારીગરોને ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો. સાડીને ક્લાસિક ચેકર્ડ પેટર્નમાં બનાવવામાં આવી છે. જેમાં મોર અને રૂદ્રાશ બનાવાયા છે. મોર ગ્રેસ અને બ્યુટી દર્શાવે છે, જયારે રૂદ્રાશ સ્પિરિચુયલ એલિમેંટ જોડે છે. ઉપરાંત ગોલ્ડ જરી વર્કે પણ સાડીને રિચ બનાવી હતી. પહોળી ગોલ્ડ બોર્ડર સાડીને રોયલ લુક આપતાં ઘણો સમય લાગ્યો હતો.

કાંચીપુરમને સિટી ઓફ થાઉઝન્ડ ટેમ્પલ કહેવાય છે. ત્યાં સેંકડો પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. આ શહેરા પ્રાચીન સમયમાં પલ્લવ વંશની રાજધાની રહ્યું છે. તેથી તેનું આર્કિટેક્ચર અને સાંસ્કૃતિક ઘણું મહત્વ છે. આ શહેર વિશ્વમાં કાંજીવરમ સાડી માટે જાણીતું છે. પ્રાચીન સમયથી જ આ શહેર સિલ્કની બનાવટ માટે જાણીતું છે.

કાંજીવરમ સાડીનો ઈતિહાસ 400-500 વર્ષ જૂનો છે. સાડી બનાવતા કારીગરો ઋષિ માર્કેંડેયના વંશજો હોવાનું કહેવાય છે. તેઓ ભગવાનના વસ્ત્રો બનાવતા હતા. સમય સાથે આ કળા રાજઘરાના અને મંદિરો સાથે જોડાઈ અને આજે પણ રૉયલ ક્વોલિટી અને ટકાઉપણા માટે જાણીતી છે.

કાંજીવરમ સાડીને પ્યોર સિલ્કના તાતણામાંથી બનાવવામાં આવે છે. સાડીમાં બોર્ડર, બોડી અને પલ્લુને અલગ અલગ વણીને બાદમાં જોડવામાં આવે છે. તેમાં અસલી સોના-ચાંદીના તારનો ઉપયોગ થાય છે. જેનાથી સાડી ભારે, ટકાઉ અને રોયલ લુક વાળી લાગે છે. ઝીણવટભર્યુ  કામ કરવાથી એક સાડી બનાવવામાં અનેક મહિના લાગી શકે છે.