Fri Apr 17 2026

Logo

મિર્ઝાપુર વેબ સીરિઝ પરથી હવે ફિલ્મ તૈયાર થશે, નવા પાત્રની એન્ટ્રી પર સસ્પેન્સ

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ડિજિટલ પ્લેટફોર્મ પર જબરદસ્ત સફળતા પ્રાપ્ત કર્યા બાદ મિર્ઝાપુર વેબસીરિઝ હવે ફિલ્મ તરીકે આવી રહી છે. આ માટેની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી આ વેબસીરિઝને લઈને ઘણી રાહ જોવાઈ રહી હતી. ફિલ્મ તરીકે વેબસીરિઝનું એલાન થયા બાદ મેકર્સ હવે સિનેપદડે શું બતાવશે એના પર ફેન્સની નજર રહેશે. હાલમાં વેબસીરિઝમાંથી શું લેવું અને શું ન લેવું એ અંગે ચર્ચા કરી રહ્યા છે. વ્યવસ્થિત રીતે એડિટિંગ થયા બાદ સમગ્ર સીરિઝને ફિલ્મ તરીકે રીલિઝ કરવામાં આવશે. 

સ્ટોરી પર સસ્પેન્સ યથાવત
ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, મિર્ઝાપુર ફ્રેંચાઈઝીમાં ફિલ્મમાં રૉ અને ગૅંગવોરનો એક અલગ દ્રષ્ટિકોણ જોવા મળશે. જોરદાર એક્શન, ઈમોશન, ડ્રામા, નવા પાત્રોની એન્ટ્રી તથા અન્ય કેટલીક વાર્તાનું ફિલ્માંક જોવા મળશે. આ સાથે વાર્તામાં કેટલાક નવા ટ્વિસ્ટ જોવા મળે તો નવાઈ નહીં. આ એક થિએટર એક્સપિરિયન્સ બની રહેશે. સીરિઝને લઈને અને સ્ટોરીને લઈને હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. આ એક સિનેમાઈ એક્સપિરિયન્સ બની રહેશે. પણ વેબસીરિઝમાંથી કેટલો ભોગ લેવાશે, સ્ટોરી શું હશે અને કઈ થીમને ફોલો કરાશે એ હજું સ્પષ્ટ નથી. 

સિક્વન્સ કેવી રહેશે એની ચર્ચા
ફિલ્મને લઈને એક મહત્ત્વનું ટ્રાંસફોર્મેશન માનવામાં આવે છે. યુવાનોમાં આ વેબસીરિઝ ખૂબ લોકપ્રિય બની હતી. મ્યુઝિક અને સ્ટોરી પર હાલ કામ થઈ રહ્યું છે. પદડા પર એક્શન ફરી જોવા મળશે પણ ગુડ્ડું અને કાલીનભૈયાની એન્ટ્રી પર ફેન્સની નજર રહેશે. દર્શકોને કેવો અનુભવ રહેશે એ તો કહી શકાય નહીં પણ સ્ટોરી સિક્વન્સ કેવી રહેશે એની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે.