તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ દરરોજ ગંભીર સ્વરૂપ લઈ રહી છે. ખાસ કરીને ઈરાન તરફથી થઈ રહેલા હુમલા હવે અખાતી દેશની ચિંતા વધારી રહ્યા છે. દક્ષિણ સમુદ્રતટ હોર્મુઝ પાસે એક F-15 ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું હોવના રિપોર્ટ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17 અમેરિકી યુદ્ધ વિમાનને તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર આ યુદ્ધમાં અમેરિકાને મોટું નુકસાન થઈ રહ્યું છે.
વિમાન અને ડ્રોન તોડી પાડવામાં આવ્યા
ઈરાની મીડિયા રિપોર્ટ અનુસાર 12 MQ-9 Reaper ડ્રોન અને અન્ય યુદ્ધ વિમાન તોડી પાડવામાં આવ્યા છે. ઈરાનના સૈન્યએ દાવો કર્યો હતો કે દક્ષિણ સમુદ્રતટ પાસે દાવો વિમાન તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઈરાની વાયુ સેના તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાના રિપોર્ટ છે. આ એક અમેરિકી વિમાન હતુ. જમીનથી હવામાં ફાયરિંગ કરી શકાય એ પ્રકારની મિસાઈલથી તેને તોડી પાડવામાં આવ્યું હતું. સમાચાર એજન્સીએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો જેમાં F-15 ફાઈટર જેટ લોક થઈ રહ્યું છે એવો દાવો કરવામાં આવ્યો છે, જોકે અમેરિકા કે ઈઝરાયલે આ અંગે હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.આ સાથે અખાતી દેશ તરફથી ખાસ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
અમેરિકી સૈન્યને મોટું નુકસાન
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં અમેરિકાને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 સૈન્ય એરક્રાફ્ટ અમેરિકાએ ગુમાવ્યા છે જેમાં 12 ડ્રોન અને 4 હ્યુમન કંટ્રોલ્ડ વિમાન છે. આ સિવાય F-15 ફાઈટર જેટનો પણ અહીં સમાવેશ થાય છે. આ પહેલા જ્યારે ભારત તરફથી થયેલા ઑપરેશન સિંદૂર વખતે F-15 ફાઈટર જેટ વિમાન તોડી પાડવાની વાત સામે આવી હતી એ સમયે અમેરિકાએ આ વાત નકારી દીધી હતી, અત્યારે અમેરિકાના હાલાત કંઈક ઔર છે. અમેરિકાને સૌથી વધારે નુકસાન ડ્રોન સેક્ટરમાં થયું છે. અમેરિકાના 12 MQ-9 રીપર ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. MQ-9 Reaper એક અતિઆધુનિક પ્રણાલી ધરાવતું ડ્રોન છે.
ડ્રોન હુમલાથી નુકસાન
હકીકત એ પણ છે કે, ડ્રોન હુમલાથી ઈરાનને પણ એટલું જ નુકસાન પહોંચ્યું છે. MQ-9 Reaper ડ્રોનનો ઉપયોગ લાંબા સમય સુધી મોનિટરિંગ અને ચોક્કસ જગ્યાઓ પર હુમલો કરવા માટે થાય છે.આ ડ્રોનમાં એક હેલફાયર મિસાઈલ લાગેલી હોય છે તે 27 કલાક સુધી હવામાં ફ્લાય કરી શકે છે. આ ડ્રોનને ઈરાનના સૈન્યના ઠેકાણા અને ગાર્ડ કેમ્પ પર મોકલવામાં આવ્યું હતું. પણ થયું એવું કે ઈરાનના મજબૂત એર ડિફેન્સ સિસ્ટમમાં તે ટ્રેક થયું અને મિસાઈલે હવામાં જ તેને નષ્ટ કરી દીધું હતું. એક રીપર ડ્રોનની કિંમત આશરે 250 કરોડ રૂપિયાની આસપાસ હોય છે.