Fri Apr 17 2026

Logo

ફિલ્મ ધુરંધર ટુના શો દરમિયાન થિયેટરમાં ગુંજ્યો પીએમ નરેન્દ્ર મોદીનો અવાજ, કહ્યું મિત્રોં...

4 weeks ago
Author: Darshana Visaria
Article Image

હાલમાં બોક્સ ઓફિસ અને સોશિયલ મીડિયા પર બોલીવૂડના બાજીરાવ એટલે કે રણવીર સિંહની ફિલ્મ ધુરંધરઃ ધ રિવેન્જની ચર્ચા થઈ રહી છે. દેશભરના થિયેટર્સમાં ફિલ્મના શોઝ હાઉસફૂલ જઈ રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક અનોખી જ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા ફિલ્મના એ સીનનો ભારતના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ સંબંધ છે. થિયેટરમાં આ સીન પર ઓડિયન્સ મનમૂકીને તાળીઓ અને સિટી વગાડી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખો સીન અને સ્ટોરી... 

બોલીવૂડ એક્ટર રણવીર સિંહની એક્શન થ્રિલર ફિલ્મ ધુરંધર: ધ રિવન્જ હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. વાત કરીએ આ ફિલ્મના સીનની તો આ જ ફિલ્મમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું 2016નું નોટબંધી સમયનું ભાષણ દેખાડવામાં આવ્યું છે. આ સીનને લઈને નેટિઝન્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તો આ સીનને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બોલીવૂડ ડેબ્યુ ગણાવી રહ્યા છે, તો વળી કેટલાક હરખઘેલાઓ એવો દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મમાં પીએમ મોદીજીએ કેમિયો રોલ કર્યો છે. 
 

વાત કરીએ પીએમ મોદીજીની સ્પીચવાળા સીનની તો આ ફિલ્મના એક ઈમ્પોર્ટન્ટ સીનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તે ઐતિહાસિક સંબોધનનો અવાજ સાંભળવા મળે છે જેમાં તેમણે 'મિત્રોં' કહીને નોટબંધીની જાહેરાત કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ ગયા છે. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હાઈ-ઓક્ટેન એક્શન અને જાસૂસી મિશન પર આધારિત હોવાનું કહેવાઈ રહ્યું છે.
 

નેટિઝન્સની આ સીનને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, પીએમ મોદીના ભાષણના સમાવેશને લઈને સોશિયલ મીડિયા પર બે પક્ષો પડી ગયા છે. જેમાંથી એક વર્ગને લાગી રહ્યું છે કે નોટબંધીનો પ્લોટ ફિલ્મમાં ખૂબ જ રોમાંચક ટ્વીસ્ટ લાવશે અને તે સત્ય ઘટનાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે. જ્યારે બીજા કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે કેટલાક નેટિઝન્સ પૂછી રહ્યા છે કે શું આ માટે યોગ્ય પરવાનગી લેવામાં આવી છે અને ફિલ્મમાં આ ભાષણનો ઉપયોગ કયા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

વાત કરીએ ફિલ્મ 'ધુરંધર'ની સ્ટારકાસ્ટ વિશે તો આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું સ્કેલ ખૂબ જ મોટું છે અને તેમાં ઈન્ટરનેશનલ લેવલના એક્શન સિક્વન્સ જોવા મળશે એવી આશાએ દર્શકો થિયેટર્સમાં પહોંચી રહ્યા છે.