Fri Apr 17 2026

Logo

આદિત્ય ધરની 'પીક ડિટેઈલિંગ'! રણવીર સિંહના પાસપોર્ટમાં છુપાયું છે 26/11થી લઈને આબિદ હુસૈનના ખાતમા સુધીનું રહસ્ય

3 weeks ago
Author: Darshana Visaria
Article Image

 

બોલીવૂડ ડિરેક્ટર આદિત્ય ધરે ફરી એક વખત ધુરંધર ટુને કારણે બોક્સ ઓફિસ પર તરખરાટ મચાવી દીધો છે. આ ફિલ્મના પહેલાં પાર્ટ કરતાં વધાર તેના બીજા ભાગનો જાદુ ફેન્સના માથે ચડીને બોલી રહ્યો છે. ધુરંધર- ધ રિવેન્જ થિયેટર્સમાં રીલિઝ થઈ છે ત્યારથી જ એક પછી એક તમામ રેકોર્ડ બ્રેક કરી રહી છે. 

રણવીર સિંહે પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને સોશિયલ મીડિયા પર પણ રણવીર સિંહ જ ચર્ચાનું કારણ બન્યો છે. એક્ટિંગથી લઈને સ્ટોરી કહેવાના અંદાજ સુધી દરેક બારીક ડિટેઈલ્સ ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. આવી સ્થિતિમાં હવે હમઝા અલી મઝારી (રણવીર સિંહ)ના પાસપોર્ટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફેન્સે જોરદાર ડિટેઈલિંગ પકડી છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ...

વાત જાણે એમ છે કે હાલમાં જ ફિલ્મ ધુરંધર ટુથી હમઝા અલી મઝારીના પાસપોર્ટનો સ્ક્રીન શોટ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દર્શકોનું ધ્યાન ખેંચ્યુ હતું આ કેરેક્ટરની ડેટ ઓફ બર્થે કે જે 26 નવેમ્બર, 1979 લખવામાં આવી છે. અનેક યુઝર્સ આ તારીખને 2008ના મુંબઈ હુમલા કે જેને 26/11ના નામથી ઓળખવામાં આવે છે એની સાથે કનેક્ટ કરી રહ્યા છે. 

 

અહીંયા તમારી જાણકારી માટે કે 26/11ની એ દુખદ ઘટના આજે પણ ભારતીય નાગરિકોના કાળઝા પર કારમો ઘા કરે છે. 2008માં થયેલાં આ હુમલામાં મુંબઈના અનેક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા જેમાં 160થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો લોકોને ઈજા પહોંચી હતી. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાસપોર્ટની ડિટેઈલ્સને શેર કરતાં એક યુઝરે લખ્યું હતું કે જરા હમઝા અલી મઝારીની જન્મતારીખ તો જુઓ. આદિત્ય ધર દ્વારા વધુ એક જોરદાર ડિટેઈલિંગ. જોકે, આ એકલી એવી ડિટેઈલિંગ છે કે જેના પર ફેન્સનું ધ્યાન ગયું છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે પાસપોર્ટની એક્સપાયરી ડેટ 21 સપ્ટેમ્બર 2008 એ સમય સાથે મેચ કરે છે જ્યારે અનેક બોમ્બ સ્ફોટની ગુપ્ત જાણકારી મળ્યા બાદ દિલ્હી હાઈ એલર્ટ પર હતી.
 
આ જ અનુસંધાનમાં ત્રીજા એક યુઝરે નોંધ્યું કે પાસપોર્ટ ઈશ્યુ કરવાની તારીખ 20મી સપ્ટેમ્બર, 1998 એ દિવસ સાથે મેચ કરે છે જે દિવસે ભારતીય સુરક્ષા દળોએ કથિત રીતે આબિદ હુસૈનને ઠાર કર્યો હતો. આબિદ કાશ્મીરના ચાપનારી નરસંહારનો મુખ્ય શકમંદ હતો, જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા. આ તમામ વાતોને આદિત્ય ધરની આસપાસ એક પીક ડિટેઈલિંગ મીમ્સનો મારો નેટિઝન્સ ચલાવી રહ્યા છે.