ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર ટુ 19મી માર્ચના થિયેટરમાં રીલિઝ થઈ અને રીલિઝ થતાંની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એક આંધી લાવી દીધી છે. આ ફિલ્મમાં રણવીર સિંહે હમઝા અલી મજારીનો રોલ કર્યો છે અને આ સિવાય આ ફિલ્મમાં રાકેશ બેદી, આર. માધવન, સંજય દત્ત અને દાનિશ પાંડોર જેવા કલાકારોએ પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોના દિલ જિતી લીધા છે.
દર્શકો દાનિશની દમદાર એક્ટિંગના વખાણ કરી રહ્યા છે ત્યાં દાનિશની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અહાના કુમરાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે દાનિશના ભરપેટ વખાણ કર્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં...
દાનિશ પાંડોરે આ ફિલ્મમાં ઉઝૈર બલોચનો રોલ કર્યો છે. એક પાકિસ્તાની ગેંગ લીડરનો રોલ દાનિશના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. દર્શકો જ્યાં દાનિશના વખાણ કરતાં નથી થાકી રહ્યા ત્યાં દાનિશની સો કોલ્ડ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અહાના કુમરાએ પણ દાનિશની તારીફોની પૂલ બાંધતી એક પોસ્ટ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે.
અહાનાએ શેર કરેલી પોસ્ટમાં દાનિશના ભરપૂર વખાણ કર્યા છે અને લખ્યું હતું કે આ મોમેન્ટ તારી છે. અહાનાએ પોતાની પોસ્ટમાં ફિલ્મના સ્ક્રીનિંગના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં ફિલ્મની પૂરી કાસ્ટ અને ક્રૂ સામેલ થઈ હતી. શેર કરેલાં એક ફોટોમાં અહાના અને દાનિશ એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજા એક ફોટોમાં રણવીર સિંહ દાનિશના ગાલ પર કિસ કરતો જોવા મળે છે. બીજા એક ફોટોમાં આદિત્ય ધર દાનિશ સાથે જોવા મળી રહ્યા છે.
અહાના કુમરાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે ખામોશ ઈંતેજારથી લઈને અઢળક પ્રેમ સુધી. ધુરંધરથી લઈને ધુરંધરઃ દ રિવેન્જની દમદાર સફળતા સુધીની તારી સફર એકદમ મેજિકલ રહી છે. આ જોઈને મારું દિલ ગર્વથી છલોછલ થઈ ગયું છે. જેની તે વર્ષોથી રાહ જોઈ હતી તે ફાઈનલી તને મળી રહ્યું છે. આજે લોકો તારી સાથે ફોટો ક્લિક કરાવવા માંગે છે, તારા વખાણ કરતાં મેસેજ સેન્ડ કરી રહ્યા છે. આ તારી પળ છે, દરેક એક્ટર આ પળની રાહ જોતો હોય છે.
અહાનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. એને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ, લાઈક કરીને દાનિશના ભરપૂર વખાણ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...