હાલમાં બોક્સ ઓફિસ પર રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર ટુ ધમાલ મચાવી રહી છે. રીલિઝ થયાના માત્ર ગણતરીના કલાકોમાં ફિલ્મ ધુરંધરે 330 કરોડ રૂપિયાની વર્લ્ડવાઈડ કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મની આ શાનદાર સફળતાના જશ્ન વચ્ચે, રણવીર સિંહની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પદુકોણનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે.
ફિલ્મ 'ધુરંધર ટુ'ની દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને ફિલ્મ પણ રીલિઝ થતાંની સાથે જ એક પછી એક બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રીલિઝ થયાના 48 કલાકમાં જ ફિલ્મે 330 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને એની સાથે સાથે જ રણવીર સિંહ હાલમાં બોલીવૂડનો સૌથી સફળ સ્ટાર બનીને ઉભરી આવ્યો છે.
સુપર સ્ટાર રણવીર પોતાની આ જીતને જોરશોરથી સેલિબ્રેટ કરી રહ્યો છે. જોકે, રણવીરના સેલિબ્રેશનથી દૂર દીપિકા પદુકોણ કોઈ બીજા ખાસ લોકો સાથે કોન્સર્ટ એન્જોય કરતી જોવા મળી હતી. તમે કંઈ પણ બીજું કંઈ વિચારો એ પહેલાં તમને જણાવી દેવાનું કે જ્યાં એક તરફ રણવીર સિંહ પોતાની ફિલ્મ ધુરંધરની સફળતાને માણી રહ્યો છે ત્યાં બીજી બાજું દીપિકા પાદુકોણ મુંબઈમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં જોવા મળી હતી.
જાણીતા સિતાર વાદક રિષભ રખીરામ શર્માના આ કાર્યક્રમમાં દીપિકા એકલી નહોતી, પણ તેની સાથે તેની સાસુ અંજુ ભવનાની અને નણંદ રિતિકા ભવનાની પણ હતા. આ સિવાય જોવાની વાત તો એ છે કે દીપિકા પદુકોણે હજુ સુધી સોશિયલ મીડિયા પર ફિલ્મ ધુરંધર અને રણવીરની સફળતા વિશે કોઈ ઓફિશિયલ પોસ્ટ શેર કરી નથી.
પરંતુ કોન્સર્ટ દરમિયાન તેના ચહેરા પરની ખુશી અને રોનક જોઈને ફેન્સ કહી રહ્યા છે કે, ભલે તે મૌન હોય પણ તેને રણવીરની સફળતા પર ખૂબ જ ગર્વ છે. સાસરિયાઓ સાથેનો આ ક્વોલિટી ટાઈમ દર્શાવે છે કે પરિવારમાં અત્યારે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.