Fri Apr 17 2026

Logo

મારે દીકરી વગર નથી રહેવું પણ બ્રેક પણ જોઈએ છે: દીપિકા પાદુકોણે શેર કરી નવી પોસ્ટ, શા માટે?

1 month ago
Author: Tejas
Article Image

Deepika Padukone-Ranveer Singh


મુંબઈ: બોલીવુડની 'મસ્તાની' દીપિકા પાદુકોણ અત્યારે તેની માતૃત્વની સફર માણી રહી છે. દીપિકા અને રણવીર સિંહના ઘરે દીકરી 'દુઆ'ના આગમન બાદ અભિનેત્રીની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તાજેતરમાં દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાની આ નવી જર્ની વિશે ખૂબ જ રમુજી અને લાગણીશીલ પોસ્ટ શેર કરી છે, જેણે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.

દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર એક રિલ શેર કરીને નવી માતાઓના મનમાં ચાલતી ગડમથલ વિશે વાત કરી છે. તેણે મજાકમાં જણાવ્યું કે તેનો 'ટોક્સિક ટ્રેડ' એ છે કે તે પોતાની દીકરીને એટલો પ્રેમ કરે છે કે તેને કોઈ જુએ તેવું તે નથી ઈચ્છતી. દીપિકાએ લખ્યું કે, "મારે બ્રેકની જરૂર છે પણ હું મારા બાળક વગર રહી શકતી નથી. મારે ૨૪ કલાક શાંતિ જોઈએ છે, છતાં મારે ૨૪ કલાક તેની સાથે જ રહેવું છે." આ પોસ્ટ દ્વારા તેણે દરેક નવી માતા અનુભવતી લાગણીઓને વાચા આપી છે.

લાંબા સમય સુધી દીકરીનો ચહેરો છુપાવ્યા બાદ, દીપિકાએ હવે તેની તસવીરો જાહેર કરી છે. તાજેતરમાં 'WAVES 2025' સમિટમાં દીપિકાએ જણાવ્યું હતું કે, મા બન્યા પછી તે એક નવું જીવન શોધી રહી છે. તેણે સ્વીકાર્યું કે અત્યાર સુધી તેનું જીવન માત્ર તેની પોતાની મહત્વાકાંક્ષાઓ અને કરિયરની આસપાસ જ ફરતું હતું, પરંતુ હવે તે એક એવા જીવ માટે જવાબદાર છે જે દરેક નાની-મોટી વસ્તુ માટે તેના પર નિર્ભર છે.

માતૃત્વના આ અનુભવે દીપિકાના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. દીપિકા આ જર્નીને અત્યંત ભાવુક અને ગ્રાઉન્ડિંગ ગણાવે છે. હવે તે નાની-નાની બાબતોની કિંમત સમજવા લાગી છે. તે ઈચ્છે છે કે તેની દીકરી એક સામાન્ય અને સુરક્ષિત વાતાવરણમાં મોટી થાય, જેથી તેના પર કોઈ ફિલ્મ સ્ટારના સંતાન હોવાનું દબાણ ન આવે. આ કારણે જ તે તેની દીકરીની પ્રાઈવસી બાબતે ખૂબ જ સજાગ રહે છે.

દીપિકા અત્યારે ફિલ્મી પડદાથી દૂર રહીને પોતાની દીકરીના ઉછેર પર ધ્યાન આપી રહી છે. જોકે, તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને સમયાંતરે પોતાની અંગત જિંદગીની ઝલક આપતી રહે છે. રણવીર સિંહ પણ તેને આ નવી સફરમાં પૂરો સાથ આપી રહ્યો છે. દીપિકાની આ લેટેસ્ટ પોસ્ટ એ સાબિત કરે છે કે ગમે તેટલી મોટી સેલિબ્રિટી હોય, પણ જ્યારે વાત પોતાના બાળકની આવે ત્યારે તે એક સાધારણ માતા જેવી જ લાગણીઓ ધરાવતી હોય છે.