Sat Apr 25 2026

Logo

બિહાર વિધાનસભામાં સમ્રાટ ચૌધરીએ બહુમત સાબિત કર્યો, વિશ્વાસ પ્રસ્તાવ સરળતાથી પસાર

1 day ago
Author: Vimal Prajapati
Article Image

પટના: બિહારના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો છે. બિહારના નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો, જે બહુમતી સાથે પસાર થઈ ગયો છે. આ પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ અંગે વિપક્ષ દ્વારા પણ ખાઈ કઈ વિરોધ કરવામાં આવ્યો નથી પરંતુ કેટલાક વિપક્ષી નેતાઓ કટાક્ષ કર્યો હોાવનું પ્રકાશમાં આવ્યું છે. 

એનડીએ સરકારે ખૂબ જ સરળતાથી બહુમતી સાબિત

વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના વિપક્ષે વોટિંગની માંગણી કરી ન હતી, જેના કારણે એનડીએ સરકારે ખૂબ જ સરળતાથી બહુમતી સાબિત કરી દીધી હતી. રાજ્યની ગણિતની દૃષ્ટિએ જોઈએ તો, એનડીએ સરકાર પાસે પહેલેથી જ પૂર્ણ બહુમત હોવાથી આ એક પ્રક્રિયા માત્ર હતી. છતાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તે બહુમતી સાથે પસાર પણ થઈ ગયો છે.
 

એનડીએ ગઠબંધનનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું

બિહાર વિધાનસભામાં એનડીએ ગઠબંધનનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.  એનડીએ સરકાર પાસે ભાજપ, જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હમ (HAM) અને રાષ્ટ્રીય લોક મોરચાના કુલ 201 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે આ પ્રસ્તાવ પસાર ના થાય તેવું તો શક્ય જ નહીં. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં એનડીએ પાસે બે-તૃતીયાંશ કરતાં પણ વધુ બહુમતી છે.

સદનમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી ચર્ચા

નોંધનીય છે કે હાલમાં સદનમાં કુલ 242 ધારાસભ્યો જ છે, કારણ કે ભાજપના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા નિતિન નવીને રાજ્યસભાના સાંસદ બન્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ અગાઉ પટનાની બાંકીપુર બેઠક પરથી ધારાસભ્ય હતા. વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી ચર્ચા પણ જોવા મળી હતી. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સમ્રાટ ચૌધરી પર કટાક્ષ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

 

'સિલેક્ટેડ સીએમ' ના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો

તેજસ્વી યાદવે 'ઇલેક્ટેડ સીએમ' અને 'સિલેક્ટેડ સીએમ' ના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘25 થી 30, ફરીથી નીતીશ’નો નારો આપીને ભાજપે હવે નીતિશ કુમારને રાજકીય રીતે ખતમ કરી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે સમ્રાટ ચૌધરી પર નિશાન સાધતા એમ પણ કહ્યું કે, ‘તમારી પાઘડી સંભાળીને રાખજો, કારણ કે તેના પર વિજય સિંહાની નજર છે’, આ નિવેદન બાદ થોડા રાજકીય માહોલ ગરમાયો હતો.