Sun Apr 19 2026

Logo

ભિવંડીમાં પોલીસ સ્ટેશનમાં જ અધિકારી સાથે મારપીટ: મહિલા સહિત ચાર સામે ગુનો

1 week ago
Author: Yogesh C Patel
Article Image

AI Generated


યોગેશ સી પટેલ

થાણે: ભિવંડીમાં પોલીસ સ્ટેશનમાં જ આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (એએસઆઈ) સાથે કથિત મારપીટ કરવા પ્રકરણે પોલીસે મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના છઠ્ઠી એપ્રિલની સાંજે 7.30 વાગ્યાની આસપાસ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં બની હતી. ઘટના સમયે એએસઆઈ ગણપત ઘોલપ ડ્યૂટી પર હતો.

એક કેસ સંબંધે સઈદ ખાન અને મહિલા સિમરન પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં. વાતચીત દરમિયાન ખાને પોલીસ સ્ટેશનમાં કથિત હંગામો મચાવી થાંભલા સાથે પોતાનું માથું પટક્યું હતું.

એએસઆઈ ઘોલપે મધ્યસ્થી કરીને સમજાવવાનો પ્રયાસ કરતાં સિમરને તેના ડાબા હાથ પર બચકું ભર્યું હતું. ઘોલપ સાથે ઝપાઝપી કરી તેને ફરજ બજાવવાથી રોકવામાં આવ્યો હતો. પરિણામે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.

સઈદ ખાન અને સિમરન ઉપરાંત પોલીસે એફઆઈઆરમાં આરોપી તરીકે જબ્બો સય્યદ ખાન અને મોસિન સય્યદ ખાનનાં પણ નામ નોંધ્યાં હતાં. ઘટના સમયે જબ્બો અને મોસિન પોલીસ સ્ટેશનમાં હાજર હતા. આ પ્રકરણે પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. (પીટીઆઈ)