Sat Apr 25 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં દર્શન પાસ વ્યવસ્થામાં મોટો ફેરફાર, ભીડમાંથી મળશે મુક્તિ

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

અયોધ્યાઃ અયોધ્યાના રામ મંદિરમાં દર્શન અને આરતી માટેની ઓનલાઇન પાસ વ્યવસ્થામાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.ભક્તોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.શ્રીરામ જન્મભૂમિટ્રસ્ટ દ્વારા ભાવિકોમાટે જરૂરી બદલાવ કરવામાં આવ્યો છે. આનો ફાયદો એ થશે કે, જ્યારે ભીડ વધી જશે ત્યારે ભાવિકો સરળતાથી દર્શન કરી શકે.અયોધ્યામાં પ્રભુ શ્રીરામના દર્શન માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ ભાવિકોને પાસ આપે છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ પરથી પાસ બનાવી શકાય છે. 

પાસ વ્યવસ્થા પાછળ આટલી સુવિધા
આ પ્રકારની વ્યવસ્થા સામાન્ય રીતે સિનિયર સિટિઝન, મહિલા અને વૃદ્ધો માટે ખૂબ ઉપયોગી છે. ટ્રસ્ટ દ્વારા પ્રભુ શ્રી રામના દર્શન માટે વિશિષ્ટ દર્શનનો વિકલ્પ દૂર કરી દેવામાં આવ્યો છે.આ સાથેવ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓમાં પણ ફેરફારકરવામાં આવ્યો છે. હવેવેબસાઈટ પર માત્ર સુગમ દર્શન સાથે સામાન્ય દર્શનનો વિકલ્પ રહેશે. સુગમ દર્શન માટે તૈયાર થનારા પાસમાં પ્રભુરામ, રામ પરિવાર અને પરકોટાના 6 મંદિરના દર્શનનો સમાવેશ કરવામાં આવ્યોછે. સામાન્યદર્શન માટેના પાસમાં પ્રભુરામ, રામ પરિવાર, શેષાવતાર મંદિર, સપ્ત મંદિર અને કુબેર ટીલાના દર્શનનો સમાવેશકરવામાં આવ્યોછે. 

તમામ સ્લોટ બુક
બુકિંગની મહત્તમ સંખ્યા ઘટાડીને પાંચ કરીદેવામાં આવી છે જ્યારે અત્યાર સુધીમાં આઠભાવિકો એકપાસ અંતર્ગત દર્શન કરીશકતા હતા.જ્યારે સુગમ દર્શનના પાસમાં 8 મેં સુધીના તમામ સ્લોટ બુક થઈ ચૂક્યા છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના બદલાવથી દર્શનની વ્યવસ્થામાંસમાનતા અને પારદર્શિતા લાવવાનો પ્રયાસછે. એવું હાલ માનવામાં આવે છે. રામમંદિર ટ્રસ્ટ દ્વારા સલાહઆપવામાં આવી રહી છે કે, ભાવિકો ભારતીય પહેરવેશમાં આવીને દર્શન કરે. પુરૂષો ધોતી-કુર્તો અથવા ધોતી ઝભ્ભો પહેરે અને મહિલાઓ સાડી અથવા પંજાબી જેમાં ઓઢણી કે દુપટ્ટો હોય એવા ચુડીદાર ડ્રેસ પહેરીને દર્શન કરવા માટે આવે, જોકે હાલમાં આ અનિવાર્ય નથી. માત્ર ટ્રસ્ટની સલાહ છે. અયોધ્યામાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન કરવામાટે આવે છે. 

ઓળખપત્રની વિગત છે જરૂરી
વહેલીસવારથી જ દર્શન માટેની લાઈન લાગી જાય છે. હવે જે ભાવિકો આ લાઈનમાં ઊભા રહેવા માગતા નથી તે ઓનલાઈન પાસ બનાવીને સીધા જ મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકે છે. શ્રદ્ધાળુઓએ મુલાકાત પહેલાં તેમનું રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે, જેમાં માન્ય ઓળખપત્રની વિગતો આપવી જરૂરી છે. આ નવી પ્રક્રિયાનો મુખ્ય હેતુ ભક્તોને લાંબી કતારોમાંથી મુક્તિ અપાવવાનો અને મંદિર પરિસરમાં સુરક્ષા તેમજ વ્યવસ્થા જાળવી રાખવાનો છે, જોકે નવી વ્યવસ્થા માટે હાલ તૈયારીઓ થઈ ચૂકી છે અને તેનો અમલ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.