Fri Apr 17 2026

Logo

અનંત અંબાણીની પ્રી-બર્થડે પાર્ટીમાં ચર્ચા તો રણવીર સિંહની જ... ચાલો જાણીએ શું છે કારણ

1 week ago
Author: Darshana Visaria
Article Image

જામનગરમાં અનંત અંબાણીના પ્રી-બર્થડે સેલિબ્રેશનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બોલીવૂડના સિતારાઓનો મેળાવડો જામ્યો છે. અનંત અંબાણીની આ બર્થડે પાર્ટીમાં બોલીવૂડના બાજીરાવ રણવીર સિંહ પોતાની એનર્જી અને મસ્તીભર્યા અંદાજને કારણે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારને ત્યાં કોઈ ઈવેન્ટ હોય અને આ ઈવેન્ટમાં રાજકારણીઓ, સેલેબ્સ અને નામી હસ્તીઓનો મેળો ન જોવા મળે એવું તો શક્ય નછી. હાલમાં જ અંબાણી પરિવારે અનંત અંબાણીના બર્થડેનું ગુજરાતના જામનગર ખાતે પ્રી-સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને જોવાની વાત તો એ છે કે અનંતના બર્થડે સેલિબ્રેશનમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે રણવીર સિંહની. 

અનંત અંબાણીના પ્રી-બર્થડે સેલિબ્રેશનમાં સૌથી વધુ જો ચર્ચા કોઈની થઈ રહી છે તો તે છે બોલીવૂડ એક્ટર રણવીર સિંહ છે. તાજેતરમાં પોતાની ફિલ્મ 'ધુરંધર 2' ની સફળતાનો આનંદ માણી રહેલો રણવીર સિંહ જામનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે આખી મહેફિલ લૂંટી લીધી હતી. રણવીર સિંહના આ પર્ફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. 

વાત કરીએ અનંત અંબાણીની બર્થડે પાર્ટીની હાઈલાઈટ્સની તો રણવીર સિંહ સિંગર મોહિત ચૌહાણ સાથે તેમનું પ્રખ્યાત ગીત 'ડૂબા ડૂબા' ગાતો જોવા મળ્યો હતો. આ મસ્તીભર્યા અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સિંગર હર્ષદીપ કૌરે રણવીર સાથેની તસવીર શેર કરી તેને 'દિલથી સારો માણસ' ગણાવ્યો હતો અને તેની એનર્જીની પ્રશંસા કરી હતી. તેણે એ.આર. રહેમાન સાથેની ક્ષણો પણ શેર કરી હતી.

અનંત અંબાણીના ગુજરાતના જામનગર ખાતે થઈ રહેલાં પ્રી-બર્થડે સેલિબ્રેશનમાં સેલેબ્સ અને નામી હસતીઓનો મેળો ના જોવા મળે તો જ નવાઈ. અનંત અંબાણીના પ્રી-બર્થડે સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર જેવા દિગ્ગજ કલાકારો પણ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે બોલીવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મ 'ધુરંધર 2'ને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યો હતો. ફિલ્મ ધુરંધર ટુ વર્તમાન સમયમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે, જે રણવીર સિંહની ખુશીનું બીજું મોટું કારણ છે.