Fri Apr 17 2026

Logo

રણબીર-આલિયાના એનિવર્સરી સેલિબ્રેશનમાં 'સ્ટાર' બની રાહા કપૂર, ફોટો સોશિયલ મીડિયા પર થયા વાઈરલ...

3 days ago
Author: Devayat Khatana
Article Image

બોલીવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજે તેમની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. જોકે, આ ખાસ પ્રસંગે કપલની વહાલસોયી દીકરી રાહા કપૂરે લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશનના ફોટોમાં ખાસ અને કઈ રીતે રાહા ભટ્ટે લાઈમ લાઈટ લૂંટી લીધી હતી... 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા કોઈ સિક્રેટ પ્લેસ પર પહોંચ્યા છે અને ત્યાંથી તેમણે ફેન્સ સાથે વેકેશનની કેટલીક ઝલક શેર કરી છે. જોકે, ફેન્સની નજર તો આ નાની પરી રાહા પર જ ટકી રહી હતી. આલિયા અને રણબીરે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશન માટે કપલ જ્યારે બહાર જોવા મળ્યું, ત્યારે રાહા પણ તેમની સાથે હતી. તેની ક્યુટનેસ અને સ્માઈલે પેરાઝીનું ધ્યાન ખેંચ્યું હતું.

આલિયાએ રણબીર અને રાહા સાથેની કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તેમનો અતૂટ પ્રેમ અને પરિવારનો મજબૂત બોન્ડ દેખાઈ રહ્યો છે. આલિયાએ રણબીર માટે ખૂબ જ ઈમોશનલ કેપ્શન પણ લખી છે. આ કેપ્શનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ વર્ષોમાં તેમનો સંબંધ કેટલો પરિપક્વ અને મજબૂત બન્યો છે. 
 

સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોની કેપ્શનમાં આલિયાએ લખ્યું હતું કે ઓછા શબ્દોમાં કહેવાનું થાય તો તુ સાથે હૈ તો દિન હૈ, રાત હૈ...  આલિયાએ કેપ્શનમાં આગળ લખ્યું હતું કે ઉડતા, પડતા, ચાલતા ફરતાં અને વાતો કરતાં કરતાં આપણે આપણી જિંદગીને ખૂબ જ સુંદર બનાવી છે. 

સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ પોતાના આ ફેવરેટ અને સ્ટાર કપલ એટલે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે ક્યુટ, નાનકડી રાહા કપૂરે પણ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફેન્સ રાહાને જોઈને તેને 'કપૂર પરિવારની શાન' ગણાવી રહ્યા છે.