મુંબઈઃ બોલીવુડનાં જાણીતા ગાયિકા જેના અવાજમાં એક રેશમી જાદુ હતો, પંચ હતો, મીઠાશ હતી અને મહેફિલ જમાવી દે એવા ગીત હતા. આશા ભોસલે એ 92 વર્ષની વયે વિદાય લેતા જાણે બોલીવુડની સંગીતની દુનિયા સુની પડી હોય એવો માહોલ છે. ઈન્ડસ્ટ્રીમાંથી મ્યુઝિક ડાયરેક્ટરથી લઈને કમ્પોઝર સુધી અને કોરસ ગાયકથી લઈને કલાકારો સુધી સૌ કોઈ એમની સાથેના આશા તાઈને મધમીઠા સ્મરણો શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આશા તાઈને શ્રદ્ધાંજલિ રુપે અક્ષય કુમાર, શાહરુખ ખાન, જેકી શ્રોફ, અનુપમ ખેરથી લઈને હેમા માલિની અને ભાગ્યશ્રીએ આપી હતી.
અક્ષય કુમારે કહ્યું અવાજ અમર રહેશે
સંગીતની દુનિયામાં 12 એપ્રિલનો દિવસ કોઈ ભૂલી નહીં શકે, જ્યારે આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા અને સૂરોના સામ્રાજ્યને પોતાના અવાજથી અમર બનાવી દીધુ. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેટલીક બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તબિયત સતત બગડતી જતી હતી.એમના નિધનના વાવડ મળતા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે, જાણીતા સેલેબ્સથી લઈને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, ઉનકી સુરીલી અવાઝ હમેશાં હમેશા કે લીયે અમર રહેગી..ઓમ શાંતિ.
અહેસાસ ખતમ ઔર ધડકન કો ખો દિયા
જુબીન નૌટિયાલે પણ આશા તાઈના નિધન અંગે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી છે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, વો આવાઝ, જીસને કભી ખામોશી કો રૂહ મેં બદલ દિયા થા, અબ ખુદ ખામોશ બન ગઈ હૈ. આશા ભોસલે કે ગુજર જાને સે દુનિયાને સિર્ફ એક ગાયિકા નહીં ખોઈ હૈ બલ્કી એક દૌર, એક અહેસાસ ઔર એક ધડકન કો ખો દિયા હૈ, જો લાખો ગીતો કે અંદર ધડકતી થી. જાણીતા એક્ટર ટાઈગર શ્રોફે પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, એમની સાથે સમય પસાર કરવો એક સન્માનની વાત હતી, મને એમની સાથેની એ ટૂંકી મુલાકાત હંમેશા યાદ રહેશે.

એક રત્ન સમાન ગાયિકાની વિદાય
ભાગ્યશ્રીએ એમના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, સંગીત જગતમાંથી એક ડાયમંડ ખોવાયો. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ. ફિલ્મનિર્માતા કરણ જોહરે પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, એક લેન્ડ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે એને શબ્દોમાં વ્યક્ત કરવું સૌથી કઠિન કામ છે. એને શબ્દોમાં વ્યક્ત કરી શકાતા નથી. આશા ભોંસલેનો અવાજ ભારતીય સિનેમાનો એક એવો યુગ હતો જેમાં અનેક ઝોનના ગીત રજૂ થયા. હવે એમના જેવો કંઠ બીજીવાર મળવો મુશ્કેલ છે. એમની ગાવાની કલા અને પર્સનાલિટીનો હું કાયમ ફેન રહીશ. એમણે આપેલું સંગીત કાયમ લોકોના દિલમાં જીવંત રહેશે.

મારા માટે સૌથી કપરો સમય
હેમા માલિનીએ પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, મને તો વિશ્વાસ થતો નથી કે, આશાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગીતમાં જીવ રેડી દેનાર અને રંગ ભરી દેનારી વ્યક્તિ આપણેને છોડીને ચાલી ગઈ છે. મારા માટે આ સૌથી કપરો સમય છે, કારણ કે આશાજી સાથે મારૂ એક ખાસ ક્નેકશન રહ્યું છે. એમના અવાજ અને અનોખી શૈલીથી મારા પણ અનેક ગીત ખૂબ લોકપ્રિય થયા છે. લતાજી અને આશા તાઈ સાથે મારો નાતો ખૂબ જ ખાસ રહ્યો હતો. એક્ટ્રેસ પરિણિતીએ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે,આશાજી ફોરએવર.
ભારતીય સિનેમાનો પિલર હતાઃ શાહરુખ ખાન
કિંગ ખાન શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા જણાવ્યું છે કે આશા તાઈ અંગે જાણીને બહુ દુખ થયું. તેમનો અવાજ ભારતીય સિનેમાનો પિલર હતો. તેમની ટેલેન્ટ તો અનેક લોકોમાં જીવંત રહેશે અને તેમના હંમેશાં મને આશીર્વાદ મળ્યા એનો આનંદ છે.

અન્નુ મલિકએ શોક વ્યક્ત કર્યો
અન્નુ મલિક અને અબ્લુ મલિકએ આશા ભોસલેના નિધન પર દુખ વ્યક્ત કર્યું. અન્નુ મલિકે આશા ભોસલેના નિધન અંગે જાણે મારી માતાજીનું નિધન થયું છે. આશાજીના નિધનના સમાચાર અમારા માટે આઘાતજનક છે. પૂરી ફિલ્મ, મ્યુઝિક અને દેશ માટે દુખદ સમાચાર છે. મારા પરિવાર અને દેશ માટે સૌથી મોટો આંચકો છે. મારું બાળપણ આશાજીના ઘરે વીત્યું હતું. મને બહુ દુખ થયું છે, આજે મારો શો છે, પણ ખબર નથી કઈ રીતે થશે. મારા માતાજીનું 2021માં નિધન થયું હતું, પરંતુ આજે મને લાગે છે જાણે મારી માતાજીનું ફરી નિધન થયું છે. બે વખત મેં મારા માતાજીને ગુમાવ્યા છે.
પંજાબી એક્ટ્રેસે પણ શોક વ્યક્ત કર્યો
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ એટલે સોનમ બાજવા. સોનમે સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, RIP Legend.એક્સ પર વિવેક ઓબેરોયે લખ્યું હતું કે, એમના અવાજે કરોડો લોકોને પ્રેમ કરતા, ડાન્સ કરતા અને સપના જોતા શીખવ્યું છે. આશા તાઈ એટલે આપણા સૌના દિલની ધડકન અને આપણી સ્ટોરીઓના આત્મા સમાન હતા. આજે તેઓ આપણી વચ્ચે નથી છતાં એમનો અવાજ લોકોના દિલમાં કાયમ જીવંત રહેશે. કૈલાશ ખેરે મીડિયા રિપોર્ટમાં કહ્યું હતું કે, આશાજી ખૂબ જ સારા ગાયિકા હતા, કામથી વ્યક્તિની સાચી ઓળખ થાય છે, કોઈ પણ વ્યક્તિની ઓળખ ત્યારે થાય છે જ્યારે તમે એમની નજીક રહ્યા હોવ.
भारतातील सर्वात ख्यातनाम आणि अष्टपैलू आवाजांपैकी एक असलेल्या आशा भोसले जी यांच्या निधनाने अतिशय दुःख झाले. त्यांच्या अनेक दशकांच्या अद्वितीय संगीत प्रवासाने आपल्या सांस्कृतिक वारशाला समृद्ध केले आणि जगभरातील असंख्य लोकांच्या मनाला स्पर्श केला. भावपूर्ण गीतांपासून ते जोशपूर्ण… pic.twitter.com/JsjoxbdCCt
— Narendra Modi (@narendramodi) April 12, 2026
પ્રસુન જોશીની કવિતા
આશા અને લતાજી એમ બંન્ને ભેગા થઈને એક ગીત ગાયું છે. ફિલ્મ હતી ઉત્સવ અને ગીત હતું મન ક્યું બહેકા રે બહેકા આધી રાત કો...આ એ ગીત હતું જ્યારે લતાજીએ આશાજીના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા. જાણીતા ગીતકાર પ્રસુન જોશીએ કહ્યું કે, આશાજી જેવી હસ્તી આ ધરતી પર દરરોજ નથી આવતી. મારૂ તો સૌભાગ્ય રહ્યું છે કે, મને એમની સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળ્યો હતો, કામ કરવાનો મોકો મળ્યો હતો. નાનકડી કવિતા જ્યારે મેં એમના માટે લખી હતી તો એ કવિતા એમને ખૂબ જ પસંદ પડી હતી.
સંગીતના સ્વર્ણિમ અધ્યાયનો અંત
પોતાના પહાડી અવાજ અને લૂકને કારણે જાણીતા ગાયિકા ઉષા ઉથુપે શોક વ્યક્ત કરતા કહ્યું કે, સંગીતનો એક સ્વર્ણિમ અધ્યાય આજે સમાપ્ત થયો, આ એક યુગનો અંત છે. એમની અવાજથી તૈયાર થયેલા એ સંગીતમય યુગને હંમેશાં આઈકોનિક માનવામાં આવશે. આશા જેવી વર્સેટાઈલ ગાયિકા ખૂબ જ ઓછા કેસમાં જન્મે છે. કોમેડી કલાકાર રાજપાલ યાદવે કહ્યું હતું કે, મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આ ખૂબ મોટી ખોટ છે જે કદી ભરાશે નહીં. મંગેશકર પરિવારે રાષ્ટ્રને જે સાંસ્કૃતિક ધરોહર આપી એને શબ્દોમાં વ્યક્ત કરી શકાશે નહીં. અસંભવ છે.
એક અવાજ શાંત થઈ ગયો
મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે,'સંગીતની મહારાણી' આશા ભોંસલેના દુ:ખદ અવસાન સાથે, તે દિવ્ય અવાજ જેણે છેલ્લા ચાર પેઢીઓથી સંગીતના જીવંત રંગોથી દરેકના હૃદયને બનાવ્યું છે - આજે એ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો છે. તે એક એવો અવાજ છે જે અસંખ્ય આત્માઓને આનંદિત કરતો હતો, તેમને સપનાઓની સુવર્ણ યાત્રા પર લઈ જતો હતો.
આશાતાઈના નિધન અંગે સંજય દત્તે લખ્યું કે આશાજીનો અવાજ ફક્ત મ્યુઝિક નહીં, પરંતુ ભાવના સ્મૃતિ અને જાદુનો સંગમ હતો, જે હંમેશાં અમર રહેશે. જ્યારે જેકી શ્રોફે લખ્યું કે તેઓ હંમેશાં અમર રહેશે. અનુપમ ખેરે આશાજીના યોગદાનને યાદ કરતા કહ્યું કે સાત દાયકાથી વધુ સમય સુધી તેઓ ફક્ત સંગીતનો જગતનો ભાગ નહોતા, પરંતુ એક યુગ હતા. તેમનો અવાજ પેઢીઓ, ભાષાઓ અને ભાવનાઓને પાર પહોંચી હતી. તેમની ચંચળ ધુનોથી લઈને ભાવપૂર્ણ ગઝલો સુધી અને રોમાન્ટિક ગીતોથી લઈ મેલોડિયસ ગીતો સુધી, તેમના દરેક સૂરે લોકોને પોતાના બનાવી દીધા હતા. ઉપરાંત, સુનીલ શેટ્ટીએ કહ્યું કે એક યુગનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જીવન બદલનારી સફર રહી
તેમણે ગાયેલા ગીતો આજે પણ દરેક પેઢીમાં એટલા જ લોકપ્રિય છે, અને તેમનો અવાજ હંમેશા જીવંત રહેશે...તેમની સાથે સંકળાયેલા કેટલાક પ્રિય કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે - ખાસ કરીને માસ્ટરપીસ 'આજ જાને કી ઝિદ ના કરો' ને નવી, નવી શૈલીમાં ફરીથી કલ્પના કરવામાં વિતાવેલા સમયની યાદો. પંડિત સોમેશ કુમાર માથુરે શેર કર્યું કે, તેમણે આશા ભોંસલેજી સાથે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી નજીકથી કામ કર્યું - એક એવી સફર જે તેમના માટે જીવન બદલી નાખનારી અનુભવ સમાન સાબિત થઈ.
પુસ્તક બનશે એમના નામનું
પંડિત માથુરના મતે, તેઓ ટૂંક સમયમાં આ યાદોને એક પુસ્તકના રૂપમાં વિશ્વ સમક્ષ રજૂ કરવા ઈચ્છે છે, જેનાથી લોકો પડદા પાછળ રહેલા આશાજીના વ્યક્તિત્વના પાસાને શોધી શકશે. આશા ભોંસલેજીનું અવસાન સંગીતની દુનિયા માટે એક અપૂર્ણ ખોટ છે. તેમનો અવાજ, તેમના ગીતો અને તેમનો વારસો હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે.

અદનાન સામીએ કહી મોટી વાત
આશાજી સાથે કામ કરી ચૂકેલા જાણીતા ગાયક અદનાન સામીએ કહ્યું હતું કે, એ તમામ લોકો નસીબદાર છે જેમને આશાજી સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. હકીકત એ પણ છે કે, અદનાનના આલ્બમમાં આશાજીએ પણ એક ગીત ગાયું છે. જ્યારે આલ્બમના લૉંચિગમાં પણ આશાજી હતા. જ્યારે હિમેશ રેશમિયાએ ઈન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરતા ઝલક દિખલાજા સેટ પરની યાદી શેર કરી છે. આપ કા સૂરૂર ફિલ્મમાં મહેબૂબા ગીત જ્યારે રી-ક્રિએટ કરવામાં આવ્યું એ સમયે હિમેશે આશાજી સાથે ગીત રેકોર્ડ કર્યું હતું.