Fri Apr 17 2026

Logo

બોક્સ ઓફિસના રિયલ ધુરંધરની આ ફિલ્મો પણ હતી સુપરહિટ, તમે આમાંથી કેટલી જોઈ છે?

3 weeks ago
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડના પ્રતિભાશાળી ડિરેક્ટર આદિત્ય ધર હાલમાં સફળતાના સાતમા આસમાનમાં વિહરી રહ્યા છે. હાલમાં તો લોકો આદિત્ય ધર અને તેમની ફિલ્મ ધુરંધર ટુના વખાણ કરતાં નથી થાકી રહ્યા છે. જોકે ધુરંધર જ નહીં પણ આદિત્ય ધરે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એવી કેટલીક બીજી ફિલ્મો પણ આપી છે કે જેણે તેમને સાચા અર્થમાં બોક્સ ઓફિસના ધુરંધર બનાવ્યા છે. 

જાણીતા ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મો માત્ર દર્શકોની પ્રશંસાની સાથે સાથે જ ક્રિટિક્સને પણ વખાણ કરવા માટે મજબુર કરે છે. આ ફિલ્મોની ઠેર ઠેર પ્રશંસા તો થાય જ છે પણ બોક્સ ઓફિસ પર પણ તેમની ફિલ્મો પૈસાનો વરસાદ લાવી રહી છે. આ સ્ટોરીમાં આપણે વાત કરીશું આદિત્ય ધરની એવી ફિલ્મો વિશે કે જેણે આદિત્ય ધરને બોક્સ ઓફિસના ધુરંધર બનાવ્યા છે.... 

ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક 

ડિરેક્ટર આદિત્ય ધરની આ ડેબ્યૂ ફિલ્મે ઈન્ડિયન ફિલ્મના ઈતિહાસમાં એક અલગ જ ઈતિહાસ રચ્યો હતો. 25 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ રૂપિયા 350 કરોડથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે આદિત્યને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ અપાવ્યો હતો.

આર્ટિકલ 370

ફિલ્મ આર્ટિકલ 370 એક પ્રોડ્યુસર તરીકે આદિત્ય ધરની મોટી સફળતા સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આદિત્ય ધરે ક્ષમતા સાબિત કરી દેખાડી હતી. કાશ્મીરના જટિલ મુદ્દા પર બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું હતું અને દર્શકોમાં દેશભક્તિનો જુવાળ જગાવ્યો હતો.

ધુરંધરઃ

2025માં આવેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધરે સાબિત કરી દીધું હતું કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો માત્ર હિન્દી ભાષામાં રિલીઝ કરીને પણ વર્લ્ડવાઈડ રેકોર્ડ બનાવી શકાય છે. આ ફિલ્મ 'ઓલ ટાઇમ બ્લોકબસ્ટર' સાબિત થઈ અને વિશ્વભરમાં 1300 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. દર્શકો આતુરતાપૂર્વક ફિલ્મના બીજા ભાગની એટલે કે ધુરંધર ટુની રાહ જોઈ રહ્યા હતા. 

ધુરંધર ટુ 

ફિલ્મના પહેલાં ભાગની દમદાર સફળતા બાદ તેના સિક્વલે તો બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ ધમાકો કર્યો છે. માત્ર પાંચ દિવસમાં જ આ ફિલ્મે જે આંકડા હાંસલ કર્યા છે તે ખરએખર અભૂતપૂર્વ છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં આ ફિલ્મે વિશ્વભરમાં 829.76 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધુરંધર ટુ 19મી માર્ચ 2026ના થિયેટર્સમાં રિલીઝ થઈ હતી અને અત્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે. રણવીર સિંહ અને આર. માધવન સ્ટારર આ ફિલ્મે માત્ર ગણતરીના દિવસોમાં જ 600 કરોડના આંકડાની નજીક પહોંચી ગઈ છે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ફિલ્મે 22.41 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે અને રાત સુધીમાં આ આંકડો હજી વધે એવી શક્યતા છે.