વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ ઈઝરાયલની મદદથી ઈરાન પર હુમલો કર્યો છે. આ સ્ટ્રાઈકને અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યૂરી નામ આપ્યું છે. મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન સામે મોટું સૌન્ય ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની પ્રજાને સીધી અપીલ કરી હતી. તેમણે કહ્યું ખામેનેઈને ખદેડીને સત્તા કબજે કરો.
શું કહ્યું ટ્રમ્પે
ટ્રમ્પે કહ્યું, અમારો ઉદ્દેશ ઈરાનના શાસનથી પેદા થનારા ખતરાને સમાપ્ત કરીને અમેરિકાના લોકોની રક્ષા કરવાનો છે. આ શાસક ખૂબ ક્રૂર છે, તેને ખદેડીને સત્તા કબજે કરો. તેની ખતરનાક ગતિવિધિ સીધી રીતે અમેરિકા, અમારી સેના, વિદેશમાં આવેલા અમારા સૈન્ય અડ્ડા અને વિશ્વભરના અમારા સહયોગીઓ માટે ખતરો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડના સભ્યો, આર્મ્ડ ફોર્સ અને તમામ પોલીસને હું આજે રાત સુધીમાં સરેન્ડર કરવાની અપીલ કરું છું. ઈરાન તેના હથિયાર નાખી દે નહીંતર અમારી મિસાઈલો તેને માટીમાં મેળવી દેશે. હું ઈરાનના લોકોને કહેવા માગુ છું કે તમારી આઝાદીનો સમય આવી ગયો છે, સુરક્ષિત રહો. તમારું ઘર ન છોડો. બહાર ખતરો છે. દરેક જગ્યાએ બોમ્બ પડશે. જ્યારે અમારું કામ ખતમ થઈ જાય ત્યારે તમારી સરકાર સંભાળી લેજો. તમારે જ સંભાળવી પડશે. અનેક વર્ષોથી તમે અમેરિકા પાસે મદદ માંગતા હતા પરંતુ મળતી નથી. કોઈપણ રાષ્ટ્રપ્રમુખ આમ કરવા તૈયાર નહોતા.
આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું, અમારી પહેલાથી જ એક પોલિસી રહી છે. જે મુજબ આતંકવાદી સરકાર પાસે ક્યારેય ન્યૂક્લિયર હથિયાર ન હોવા જોઈએ. અમે તેમને ન્યૂક્લિયર હથિયાર બનાવવાની કોશિશ ફરી શરૂ ન કરવા ચેતવણી આપી હતી પરંતુ તેમણે વારંવારં ડીલ કરવાની કોશિશ કરી હતી. અમે આમ નહોતા ઈચ્છતા, ઈરાને દાયકાથી ચાલ્યું આવે છે તેમ ના પાડી દીધી. ઈરાને ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરીથી શરૂ કરવાની અને લાંબા અંતરની મિસાઈલો બનાવવાની કોશિશ કરી હતી. જે યુરોપમાં અમારા મિત્રો દેશો, વિદેશમાં તૈનાત અમારા સૈનિકો માટે ખતરો બની શકતા હતા.