રાજકોટઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા પર થોડા સમય પહેલા એક આરોપ લગાવવામાં આવ્યો હતો. DCP જગદીશ બાંગરવાએ એક કથિત પત્રકારને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ DCP જગદીશ બાંગરવા પર ગંભીર આક્ષેપો લગાવ્યાં હતાં. આ કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. જેણે DCP જગદીશ બાંગરવા પર આરોપ લગાવી ફરિયાદ દાખલ કરાવી હતી, તેણે હવે એક બીજું ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
વીડિયો વાયરલ કરીને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું
DCP જગદીશ બાંગરવા પર આરોપ લગાવી ફરિયાદ દાખલ કરાવનાર વ્યક્તિએ ફરિયાદ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. એક વીડિયો વાયરલ કરીને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. આ નિવેદન પછી અનેક પ્રકારની બીજા સવાલો પણ થઈ રહ્યાં છે. આખરે આવું શા માટે થયું? DCP જગદીશ બાંગરવા આક્ષેપો કરવાનું કારણ શું હતુ? તેવા સવાલો અત્યારે થઈ રહ્યાં છે.
કથિત પત્રકારે કોના કહેવાથી ગંભીરો આક્ષેપો કર્યાં હતા?
વીડિયોમાં કહ્યું કે, 23 તારીકે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલો હતો. DCP જગદીશ બાંગરવા સાહેબ પર મેં રાજકોટ સેશન્સ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી. મારે તેની સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની હતી નહી....., હું તેમને ઓળખતો પણ નહોતો. તેમને પણ મારાથી કોઈ વ્યક્તિગત દુશ્મની નહોતી. હું બીજાના કહેવાથી ઉશ્કેરાણો હતો અને ફરિયાદ કરી હતી, તે ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉ છું. મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈએ કહ્યું નથી, પોલીસે પણ કોઈ ધાક-ધમકી આપી નથી.
પહેલાં ગંભીર આક્ષેપો લગાવ્યા અને હવે દેવાળું🙄
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) April 8, 2026
કહ્યું કે, હું જગદીશ બાંગરવાને ઓળખતો જ નથી. અને આ ફરિયાદ પણ કોઈ બીજાના કહેવાથી ઉશ્કેરાઈને કરી હતી... #Rajkot #DCPJagdishBangarwa #Police pic.twitter.com/qx58d1S9gY
આક્ષેપો કરવામાં આવ્યાં તેમાં કેટલી હકીકત હતી?
હવે મૂળ પ્રશ્ન એ છે કે, આમાં જીજ્ઞેશ મેવાણી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યાં તેમાં કેટલી હકીકત હતી? આ કેસ મુદ્દે જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કથિત પત્રકારના સમર્થનમાં આવ્યાં હતાં. માત્ર સમર્થન જ નહીં પરંતુ DCP જગદીશ બાંગરવા સામે કાર્યવાહી કરવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર પણ લખ્યો હતો. ધારાસભ્ય કોઈનું સમર્થન કરતા પહેલા મુદ્દાને પૂરો જાણવાનો પ્રયત્ન કરે છે કે કેમ તેવા સવાલો અત્યારે લોકો કરી રહ્યાં છે. હવે કોંગ્રેસ ધારાસભ્ય આમાં શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.