Sun Apr 19 2026

Logo

ભારત માટે ખુશીના સમાચાર, હોર્મુઝ પાર કરીને મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું LPG ટેન્કર શિવાલિક

1 month ago
Author: Vimal Prajapati
Article Image

45,000 મેટ્રિક ટન LPG સાથે મુંદ્રા પહોંચ્યું LPG ટેન્કર શિવાલિક

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં ભારત માટે રાહતના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ભારતીયનું LPG ટેન્કર શિવાલિક LPG કેરિયર ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી LPG ટેન્કર શિવાલિક આજે મુન્દ્રા બંદર પહોંચ્યું છે. આના કારણે ભારતમાં એલપીજીની ખપત પૂર્ણ કરવામાં આવશે. ભારતમાં એલપીજી અછત સર્જાઈ હતી, જેમાં હવે મોટી રાહત મળવાની છે. LPG ટેન્કર શિવાલિક 45,000 મેટ્રિક ટન LPG લઈને ભારત આવ્યું છે. જેના કારણે મોટી રાહત મળવાની છે. 

નંદા દેવી જહાજ આવતીકાલે કંડલા બંદર પર પહોંચશે

ઈરાન દ્વારા હોર્મુઝ પર નાકાબંધી કરવામાં આવી છે, જેથી હોર્મુઝ સ્ટ્રેટ પર અનેક જહાજો ફસાયેલા છે. આ દરમિયાન ભારત દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યાં અને કુટનીતિના કારણે ભારતીય એલપીજી જહાજોને ત્યાંથી નિકળવાની મંજૂરી આપવામાં આવી હતી. આ જહાજોમાંથી શિવાલિક નામનું પહેલું જહાજ ગુજરાતના મુંદ્રા બંદર પર પહોંચી રહ્યું છે. માત્ર શિવાલિક જ નહીં પરંતુ ભારતનું એક બીજું જહાર નંદા દેવી આવતીકાલે કંડલા બંદર પર પહોંચવાનું છે. ભારતની વિદેશનીતિ અને કુટનીતિના કારણે જ આ શક્ય બન્યું છે. 

ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા પર ખાસ ધ્યાન

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ‘જગ લાડકી’ નામનું ભારતીય જહાજ ક્રુડ ઓઈલ સાથે યુએઈના ફુજૈરાહથી આશરે 80,800 ટક ક્રુડ ઓઈલ લઈને સુરક્ષિત રીતે ભારત આવવા માટે રવાના થયું છે. મધ્ય પૂર્વની સ્થિતિને જોતા અત્યારે ભારત સરકાર દ્વારા ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેના માટે ભારતીય વિદેશ મંત્રાલય સતત પ્રયત્ન પણ કરી રહ્યું છે. 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પૂર્વમાં હજી પણ ભારતના કેટલાક જહાજો ફસાયેલા છે, જેની લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પૂર્વમાં ફસાયલું તેલ ટેન્કર જગ પ્રકાશ પણ શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું છે. આ જહાજ 21 માર્ચ સુધીમાં ભારત પહોંચશે તેવો અંદાજ છે.