આચમનઃ અનવર વલિયાણી
લોભ શબ્દની ઉત્પતિ ‘લુભ’ ધાતુથી થઈ છે, જેનો અર્થ છે
* લાલચ,* લિપ્સા અને લાલસા.
- આ એક એવી પ્રબળ માનવીય ઈચ્છા છે, જેની પૂર્તિ થઈ જવા છતાં તેનાથી ક્યારેય સંપૂર્ણ તૃપ્તિ કે સંતુષ્ટિ મળતી નથી.
- વ્યક્તિને જેમ જેમ લાભ થાય છે તેંમ તેમ તેનો લોભ પણ વધતો જાય છે.
- આમ લાભથી લોભમાં નિરંતર વૃદ્ધિ થતી રહે છે અને વ્યક્તિનો લાભ ક્યારે લોભમાં પરિણમે છે તેનું કશું કોઈ ઠેકાણું હોતું નથી.
-હિતોપદેશમાં કહેવાયું છે કે સઘળા અનર્થોનું મૂળ લોભ છે.
* મનુષ્ય મોહ-માયા તથા લોભ અને લાલચની ગર્તામાં એટલો તો ડૂબી ગયો છે કે તેને શાશ્ર્વત સત્યની અનુભૂતિ થતી જ નથી.
- લોભની સાથે ક્ષોભ પણ હંમેશાં રહે છે.
- લોભ આપણા મનોભાવો પર અમરવેલની માફક છવાઈ જાય છે.
- વ્યક્તિ પ્રત્યેક ક્ષણે લાલસાની અગ્નિમાં ધધકતો રહે છે.
- સંત તુલસીદાસે આગળ લખ્યું છે કે
- આ સંસારમાં લોભથી તુચ્છ અને વિનાશકારી તત્ત્વ અન્ય કોઈ જ નથી.
- વળી હિતોપદેશે લોભને પાપનો જન્મદાતા બતાવ્યો છે.
- લોભ પાપસ્ય કારણમ્॥
* લોભ એ પાપનું મૂળ છે.
* લોભ મનુષ્યનાં બુદ્ધિ અને વિવેકને હરી લે છે.
* જેનાથી મનુષ્ય પાપ કરી બેસે છે.
- સુંદરકાંડમાં માનસકારે
* કામ, * ક્રોધ અને મોહની સાથે
* લોભને પણ નરકનો સરળ માર્ગ જણાવ્યો છે.
- ‘ધર્મતેજ’ પૂર્તિના વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો!
* કામ, ક્રોધ તથા લોભ
- રજોગુણથી ઉત્પન્ન થાય છે.
- ભગવાન શ્રીકૃષ્ણે લોભને રજો સમુદ્ભવ: કહ્યો છે તથા
- ગીતામાં તેને
* કામ, ક્રોધ અને લોભને વિનાશકારી નરકના દ્વારની સંજ્ઞા આપી છે.
બોધ:
- પોતાના પરિશ્રમ અને ઈશ્વરકૃપાથી મળી જાય તેમાં જ પ્રસન્ન તથા સંતુષ્ટ રહેવાનું શીખવું જોઈએ.
* * *
* ક્રોધને ન તો બીજા કોઈ પર ફેંકો કે ન પોતાની ભીતર દબાવો.
* ઉદ્ત વર્તન એટલે નબળા માણસે કરેલી તાકાતની નકલ.