Fri Apr 17 2026

Logo

ઈરાને કર્યો UAEના તેલ ટર્મિનલ પર હુમલો, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો થવાના અણસાર

Tehran   1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ યુએઈના મોટા તેલ ટર્મિનલ પર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. અમેરિકાએ ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો એ સમયે આ ઘટના બની હતી.આ હુમલાના જવાબમાં ઈરાને યુએઈમાં આવેલા તેલ ટર્મિનલ પર હુમલો કર્યો હતો. યુએઈના દરિયાકિનારા પાસે આવેલા સિટી ફુજૈરા પર હુમલા કરાયો હતો. આ એક પોર્ટ સિટી છે.ક્રૂડ ઓઈલના વેપારમાં આ સિટીની મોટી ભૂમિકા છે. અહીં ક્રૂડ ઓઈલની નિકાસ માટે મોટું ટર્મિનલ પણ છે. યુએઈના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ, ક્રુઝ મિસાઈલ અને ડ્રોન સિસ્ટમનો સામનો કરી રહ્યા છે. 

અમેરિકા ખાતમો બોલાવવાના મૂડમાં

અમેરિકાએ ઈરાનનો ખાતમો બોલાવવા માટે રણનીતિ બદલી છે. હજારોની સંખ્યામાં મરીન કમાન્ડો, અમેરિકી યુદ્ધ જહાજ અને જરૂરી શસ્ત્રો મિડલ ઈસ્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકા હવે જમીન સ્તરે પણ લડી લેવાના મૂડમાં છે. અમેરિકાનું લાઈટનિંગ કેરિયર શિપ જેને યુદ્ધ શિપ માનવામાં આવે છે એ ઈરાન નજીક પહોંચ્યું છે. 

જાપાન નજીકથી પસાર થઈને તે ઈરાન સુધી પહોંચ્યું હતું. અમેરિકાએ હવે મિડલ ઈસ્ટમાં ત્રણ મોટા કેરિયર-કૅપેબલ પ્લેટફોર્મ એકઠા કરી દીધા છે. USS Abraham Lincoln (CVN‑72) – ન્યૂક્લિયર સુપરકેરિયર – પહેલેથી જ Arabian Sea માં તહેનાત છે. USS Gerald R. Ford (CVN‑78) – દુનિયાનું સૌથી નવું અને અદ્યતન એરક્રાફ્ટ કેરિયર – હાલમાં Red Sea માં છે. હવે USS Tripoli (LHA‑7) પણ ઝડપથી તે વિસ્તારમાં પહોંચી રહ્યું છે. આ ત્રણેય પ્લેટફોર્મ પર મળીને 150થી વધુ કોમ્બેટ એરક્રાફ્ટ તહેનાત છે, જેમાં સ્ટેલ્થ ફાઇટર, ઇલેક્ટ્રોનિક વોરફેર જેટ્સ અને એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.

ઈરાન તરફથી ડ્રોન હુમલો

ઈરાન તરફથી યુએઈમાં હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન ડ્રોન હુમલાથી તેલ ટર્મિનલને નિશાન બનાવી રહ્યો છે. યુએઈના ફજૈરા પોર્ટને દુનિયાનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સ્ટોરેજ અને જહાજને ફ્યુલ આપતું સ્ટેશન માનવામાં આવે છે, જ્યાં ઈરાને હુમલો કરી દીધો છે. હવે વૈશ્વિક સ્તરે ક્રુડ માર્કેટમાં કડાકો બોલી જાય એવી ભીતિ સેવાઈ રહી છે. હુમલો થાય બાદ ક્રૂડ લોડિંગનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. હોર્મુઝ બાદ હવે ફુજૈરા પર જોખમ તોળાતા મિડલ ઈસ્ટ ભડકે બળી રહ્યું છે. 

આ હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયું છે. અમેરિકાએ ઈરાનના ખાર્ગ દ્વીપ હુમલો કર્યા બાદ ઈરાન જવાબી કાર્યવાહીમાં આ હુમલો કર્યો હતો. ઈરાને અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે, અમેરિકા તરફથી હુમલા ચાલું રહેશે તો જવાબી કાર્યવાહીમાં થતા હુમલાથી જડબાતોડ જવાબ આપવામાં આવશે.