મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો રવિવાર ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. સૂર્યના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે અને અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. આર્થિક રીતે આજનો દિવસ મજબૂત છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. વ્યાપારમાં નવી ભાગીદારી માટે સમય સાનુકૂળ છે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાશે. સાંજનો સમય પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવામાં પસાર થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે તમારે સમય કાઢવો પડશે.
વૃષભ:
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આજે રચાઈ રહેલો 'શુક્રાદિત્ય રાજયોગ' વૃષભ રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી સાબિત થવાનો છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને લાંબા ગાળાના રોકાણથી મોટો નફો મળી શકે છે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને બોસ તમારા પર વિશ્વાસ મૂકશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ મોટા સમારોહમાં જવાનું સૌભાગ્ય મળશે. સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને પેટને લગતી નાની સમસ્યાઓ પર ધ્યાન આપવું. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ ઉત્તમ છે.
મિથુન:
મિથુન રાશિના જાતકોને આજે કરિયરમાં મોટી સિદ્ધિ મળી શકે છે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ તો આજે તેના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. વેપારીઓને અચાનક મોટો ઓર્ડર મળતા આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. જોકે, વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળમાં કોઈ પણ મોટો આર્થિક નિર્ણય ન લેવો. માનસિક શાંતિ માટે ધ્યાન અને પૂજા-પાઠમાં સમય વિતાવવો. સંતાનને આજે તમે કોઈ જવબાદારી સોંપશો તો તે તેને સરળતાથી પૂરી કરશે.
કર્ક:
આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમને ભાગ્યનો સાથ મળતા કામકાજમાં સફળતા મળશે, પરંતુ માનસિક રીતે થોડી અશાંતિનો અનુભવ થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, ઉધાર આપેલા પૈસા પરત મળવામાં વિલંબ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થતા રાહત અનુભવાશે. ઘરના નવીનીકરણ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધશે, જે તમને અંદરથી શાંતિ આપશે. જીવનસાથીના સહયોગથી મુશ્કેલ પરિસ્થિતિઓ હલ થશે.
સિંહ:
સિંહ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય અને વાણી પર સંયમ રાખવાની જરૂર છે. અચાનક વધતા ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે, તેથી સમજી-વિચારીને ખર્ચ કરવો. વેપારમાં હરીફો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે વિજય મેળવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડી શકે છે. પિતૃ પક્ષ તરફથી સંપત્તિના મામલે કોઈ સારા સમાચાર મળી શકે છે. લાંબા અંતરની મુસાફરી ટાળવી સલાહભર્યું છે. હનુમાનજીની ઉપાસના કરવાથી તમારા પર આવતા અવરોધો દૂર થશે અને મન શાંત રહેશે. જીવનસાથી સાથે તમે આજે શોપિંગ પર વગેરે જવાનું પ્લાનિંગ કરશો.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક અને વ્યક્તિગત દ્રષ્ટિએ શાનદાર છે. ભાગીદારીમાં ચાલતા વ્યવસાયમાં જબરદસ્ત પ્રગતિ થશે. જો તમે અપરિણીત હોવ તો આજે લગ્ન માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. સામાજિક વર્તુળ વધશે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં કામ લાગશે. અટકેલા નાણાકીય વ્યવહારો પૂરા થશે. જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે, જેનાથી સંબંધોમાં નિકટતા આવશે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં તમારું નામ રોશન થશે. આજે કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વિજયી રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે કોર્ટ-કચેરીના મામલામાં તમારી જીત થશે અને દુશ્મનો શાંત રહેશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે. વેપાર માટે લીધેલું નાનું જોખમ ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની ચિંતાઓમાંથી મુક્તિ મળશે. માતૃપક્ષ તરફથી આર્થિક મદદ મળવાની શક્યતા છે. સાંજનો સમય બાળકો સાથે રમવામાં અથવા મનપસંદ પ્રવૃત્તિમાં પસાર કરવો. તમારી કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો થતા તમે જટિલ કામો પણ સરળતાથી પૂરા કરી શકશો.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિનો છે. સંતાનોની કારકિર્દીને લઈને ચાલી રહેલી ચિંતા દૂર થશે. પ્રેમ પ્રકરણમાં સફળતા મળવાના યોગ છે અને જો તમે કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે. શેરબજાર કે લોટરીથી અચાનક ધનલાભ થઈ શકે છે, પરંતુ રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ જરૂર લેવી. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આંખોનું ધ્યાન રાખવું. વડીલોના આશીર્વાદ લઈને કામ શરૂ કરવાથી સફળતા ચોક્કસ મળશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે.
ધન:
ધન રાશિના જાતકો માટે સુખ-સુવિધાઓમાં વધારો કરનારો દિવસ છે. ઘર માટે નવી સુખ-સુવિધાની વસ્તુઓ ખરીદવાની યોજના બનશે. જમીન કે મકાનના સોદામાં મોટો નફો થવાની આશા છે. કાર્યક્ષેત્રમાં થોડો માનસિક તણાવ રહી શકે છે, પરંતુ શાંતિથી કામ લેવું. માતાના આશીર્વાદથી કોઈ મોટું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખતા લોકો માટે આજે સારી તક મળી શકે છે. ખર્ચ પર થોડો કાબૂ રાખવો અને વાણીની મધુરતાથી અન્યને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવો. સાંજનો સમય કોઈ ઉત્સવમાં પસાર થશે. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે મહેમાનોની અવરજવર રહેશે.
મકર:
મકર રાશિના જાતકો માટે સાહસ અને પરાક્રમથી ભરેલો દિવસ રહેશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયોની લોકો પ્રશંસા કરશે. ભાઈ-બહેનો સાથેના જૂના વિવાદો ઉકેલાશે અને પરિવારમાં એકતા વધશે. વ્યવસાયિક યાત્રાથી આર્થિક લાભ થવાની સંભાવના છે. સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા વધશે અને નવા મિત્રો બનશે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. વિદ્યાર્થીઓએ આળસ છોડીને મહેનત કરવી, પરિણામ સુખદ આવશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું અને નિયમિત કસરત કરવી. નાની મુસાફરીથી મન પ્રફુલ્લિત રહેશે અને નવી ઉર્જાનો અનુભવ થશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આર્થિક ઉન્નતિનો દિવસ છે. તમારી વાણીનો જાદુ ચાલશે અને તમે અશક્ય કામો પણ વાટાઘાટોથી પૂરા કરી શકશો. બેંક બેલેન્સ વધવાના યોગ છે અને અગાઉ કરેલા રોકાણનું ફળ મળશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનો મોકો મળશે. ખાવા-પીવાની બાબતમાં સંયમ રાખવો, કારણ કે ગળા કે પેટની તકલીફ થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે તમારી ક્ષમતાની કસોટી કરશે. ધાર્મિક કાર્યોમાં દાન-પુણ્ય કરવાથી મન શાંત થશે. સાંજનો સમય શાંતિપૂર્ણ રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાન કરશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે. આજે તમારી રાશિમાં સૂર્ય, શુક્ર અને રાહુની યુતિથી 'શુક્રાદિત્ય રાજયોગ' બની રહ્યો છે, જે તમારા ભાગ્યના દ્વાર ખોલશે. આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે અને તમારું વ્યક્તિત્વ નિખરશે. વ્યાપારમાં નવી ઉંચાઈઓ સર કરશો અને મોટો આર્થિક લાભ થશે. લગ્ન જીવનમાં પ્રેમ અને સહકાર વધશે. અટકેલા કાર્યોમાં ઝડપ આવશે અને સમાજમાં માન-સન્માન વધશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ અતિ શુભ છે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું અને ગરીબોને દાન આપવું તમારા માટે અત્યંત કલ્યાણકારી રહેશે.