Sat May 16 2026

Logo

આજનું રાશિફળ (16-05-26): કુંભ અને મીન રાશિના જાતકો માટે ખુશીઓના દ્વાર ખુલશે, તો ધન અને તુલા રાશિના લોકોએ... તમારો આજનો દિવસ કેવો રહેશે?

1 hour ago
Author: Darshana Visaria
Article Image

મેષઃ

મેષ રાશિના જાતકો માટે જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી લઈને આવી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આવી શકે છે, જેના કારણે માનસિક તણાવ અનુભવાય. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી, અચાનક ખર્ચ વધવાની શક્યતા છે. પરિવાર સાથે સમય વિતાવશો તો મન શાંત રહેશે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, ખાસ કરીને સ્નાયુઓના દુખાવાની ફરિયાદ રહે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત રાખશે. કુંવારા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે તમને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. 

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે સુધારો જોવા મળશે. તમારા અટકેલા કાર્યો આજે ગતિ પકડશે. વેપારમાં લાભની ઉત્તમ તકો દેખાઈ રહી છે, ખાસ કરીને વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આજનો દિવસ પોતાના આસપાસના લોકોથી સાવધાની રાખવાનો રહેશે. 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભ કરાવનારો રહેશે. આજે તમારે વાણી પર સંયમ રાખવો પડશે, નહીંતર નજીકના સંબંધોમાં ખટરાગ થઈ શકે છે. નોકરીમાં સહકર્મચારીઓ સાથે દલીલો ટાળવી. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, બિનજરૂરી ખરીદીથી આર્થિક સંતુલન બગડી શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે, જે તમને આંતરિક શાંતિ આપશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. સાંજનો સમય પરિવાર સાથે શાંતિથી વીતશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક અને સફળતા લઈને આવી રહ્યો છે. ભાગ્ય આજે તમારો સાથ આપશે. આર્થિક લાભ થવાના મજબૂત યોગો છે અને રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે લીધેલા નિર્ણયો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવા-પીવાનું ટાળવું. નવા કામની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સમય છે. ઘર-ગાડી કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. જીવનસાથી સાથે જો કોઈ મુદ્દે વાદ-વિવાદ થશે તો વાતચીતથી તમારે એનો ઉકેલ લાવવો પડશે. 

સિંહઃ

સિંહ રાશિના જાતકોએ આજે તમારે કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડી શકે છે, પરંતુ તેનું પરિણામ પણ તેટલું જ સકારાત્મક મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. ઘરના રિનોવેશન અથવા ખરીદી પાછળ ધન ખર્ચ થઈ શકે છે. પિતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી કોઈ મોટી સમસ્યા ઉકેલાઈ જશે. માનસિક રીતે તમે મજબૂત અનુભવશો. જૂની ઉધરાણીના નાણાં પરત મળવાની શક્યતા છે. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. આજે ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

કન્યાઃ

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો આજે પૂર્ણ થશે. મુસાફરીના યોગ છે, જે વ્યવસાયિક રીતે ફાયદાકારક રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને ઘરમાં કોઈ પૂજા કે પ્રસંગનું આયોજન થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે. બિઝનેસના કામ માટે આજે તમારે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે અને તમને એને કારણે ભવિષ્યમાં લાભ થઈ શકે છે. 

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું વધારે સાવધ રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં નરમાશ અનુભવાય, તેથી આરામ પર ધ્યાન આપવું. શત્રુઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે તેમાંથી બહાર આવી શકશો. અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે. નકારાત્મક વિચારોને મન પર હાવી થવા ન દેવા. યોગ અને ધ્યાન કરવાથી ફાયદો થશે. જોકે, જીવનસાથીનો સંપૂર્ણ સહકાર તમારી હિંમત વધારશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે અને એને કારણે ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. આજે તમે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જઈ શકો છો. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે બિઝનેસ કરી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. વ્યવસાયમાં ભાગીદારીથી મોટો લાભ થવાની શક્યતા છે. અંગત જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજનો દિવસ ઉત્તમ છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. પ્રિયજન સાથે ડિનર કે ફરવા જવાનો પ્લાન બની શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઊર્જાવાન અનુભવશો. કાયદાકીય બાબતોમાં પક્ષ તમારી તરફેણમાં રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક વિચાર કરીને આગળ વધવાનો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોએ આજે કામના સ્થળે પોતાના વિરોધીઓથી ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે તમને તમારી મહેનત પ્રમાણે ફળ મળવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવી. નોકરીમાં કામનું ભારણ વધુ રહેશે. લોન કે કરજ લેવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જવું હિતાવહ છે. મોસાળ પક્ષ તરફથી કોઈ સમાચાર મળી શકે છે. ખાવા-પીવામાં સંયમ રાખવો, પેટને લગતી તકલીફ થઈ શકે છે. શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી જરૂરી છે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક અને સફળતા લઈને આવી રહ્યો છે. બૌદ્ધિક કાર્યોમાં જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું, નુકસાન થઈ શકે છે. રચનાત્મક ક્ષેત્રે તમારી કલાની કદર થશે. પ્રેમિકા કે પ્રેમી સાથે વિવાદ ટાળવો. જૂના રોકાણમાંથી સારું વળતર મળી શકે છે. મનમાં નવા વિચારો આવશે જે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે. આજે આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. માતા-પિતાની સેવા માટે તમારે સમય કાઢવો પડશેય 

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે પારિવારિક શાંતિ જાળવવા માટે સમજૂતી કરવી પડી શકે છે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ છે, જે સુખદ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરી કરી રહેલાં જાતકોએ આજે કામના સ્થળે કોઈ પણ લોકો સાથે બિનજરૂરી દલીલોમાં પડવાથી બચવું પડશે, નહીંતર તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. દિવસના અંતે માનસિક શાંતિનો અનુભવ થશે. ઘરના સભ્યો સાથે બેસીને જૂની યાદો તાજી કરશો. નાણાકીય ખેંચતાણ ઓછી થશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે આનંદદાયક રહેશે. પડોશીઓ અને સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. અટકેલા કાર્યો પુરુષાર્થથી પૂરા થશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. મન પ્રસન્ન રહેશે અને દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ તમને દરેક કાર્યમાં મળશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરી શકે છે. આજે તમને એક પછી એક સમાચાર મળી શકે છે.

વધુ જુઓ...