પેરીસઃ ફ્રાંસમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ફિલ્મોના વૈશ્વિક શંભુમેળામાં રેડકાર્પેટ પર આવતી એક્ટ્રેસના ફોટો વિશ્વસ્તરે ચમકે છે. આ ફેસ્ટિવલ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો એક ઈન્ફ્યુએંસરે ખોલી નાંખ્યા છે. ઈન્ફ્લુએંસર તારિણી પેશાવરિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની પોલ ખોલી છે. એમનું એવું કહેવું છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોટેલથી લઈને રેડકાર્પેટ સુધી બધો પૈસાનો ખેલ છે. તારિણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં આ ફિલ્મ ફેસ્ટિવલ સાથે જોડાયેલી નાનામાં નાની વાત શેર કરી છે.
કડક સિક્યોરિટી હોય છે
તારિણી 4 વર્ષ પહેલા આ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. તેમણે કહ્યું કે, અહીંયા રેડકાર્પેટ 1થ2 મિનિટ સુધી ચાલી શકાય એટલો લાંબો હોય છે. પણ દરેક રેડ કાર્પેટ એકસરખો નથી હોતો. મોટા સેલેબ્સની એન્ટ્રી વખતે કાર્પેટની સિક્યોરિટી ખૂબ ટાઈટ હોય છે. જ્યારે એશ્વર્યા આવે છે તો સમગ્ર રેડકાર્પેટ એની પોતાની હોય છે. ટોમ ક્રુઝ રેડકાર્પેટ પર આવે છે તો 10 મિનિટ સુધી બીજો સેબેલ્સને ત્યાં આવવાની મંજૂરી નથી હોતી.રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને પોતાની ફોટો માટે બુકિંગ કરાવવામાં આવે છે.રેડકાર્પેટ પર ફોટો ક્લિક કરાવવા માટે ફોટોગ્રાફર્સને પૈસા આપવા પડે છે. મેં પણ 7 વીડિયો અને ફોટો માટે 400 યુરો ચૂકવ્યા હતા.
Influencer Tarini Peshawaria
એક રાતનું ભાડું કેટલું?
માર્ટિનેઝ હોટેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહીંયાની લોન, સીડી, બાલ્કનીમાં પણ ઘણા બોલિવૂડ સેલેબ્સના ફોટો ક્લિક કરવામાં આવે છે. હોટેલ માર્ટિનેઝમાં એક રાતનું ભાડું 2થી 3 લાખ રૂપિયા છે. મારી આ ટ્રિપ તો સ્પોન્સર્ડ હતી અન્યથા મને આટલી મોંઘી હોટેલ પોસાય એમ નથી. આ હોટેલ સેલેબ્સથી જ ભરી હોય છે.જ્યારે કાન્સની આફ્ટર પાર્ટી માટે સાડીની પસંદગી કરી શકતી ન હતી એ સમયે મનીષ મલ્હોત્રાની ટીમના કોઈ સભ્યે મારી મદદ કરી હતી. આ આખી હોટેલનો માહોલ જ સેબેલ્સથી ભરેલો હોય છે. કોઈ ટેબલ પર ફિલ્મની વાતો ચાલતી હોય તો બીજા કોઈ ટેબલ પર ફિલ્મના રીવ્યૂની વાત હોય.એ સમયે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન આ ઈવેન્ટના મુખ્ય કલાકાર પૈકી એક હતા.
આલિયાની જોરશોરથી ચર્ચા
એક હકીકત એ પણ છે કે, આ એક ગ્લેમર ફેસ્ટિવલ છે. બોલિવૂડ જ નહીં હોલિવૂડના કલાકારો પણ અહીંયા એક મંચ પર જોવા મળે છે. તારિણીના ઈન્સ્ટાગ્રામ પર આ અંગેના કેટલાક વીડિયો પણ છે. 778 ફોલોઅર્સ એના ઈન્સ્ટાગ્રામ પર છે. આ વખતે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની શાનદાર હાજરી નોંધાવીને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. રેડ કાર્પેટ પર તેના અદભૂત અને આકર્ષક લુકથી તેણે આંતરરાષ્ટ્રીય મીડિયા અને ફેશન જગતનું ધ્યાન ખેંચ્યું હતું. એક ગ્લોબલ આઇકોન તરીકે કાન્સમાં તેની એન્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.