Fri May 15 2026

Logo

'પતિ પત્ની ઔર વો ટુ'ની રિલીઝ સાથે જ ચર્ચા, સારા, રકુલ અને વામિકામાંથી કોણ છે સૌથી વધુ અમીર? જાણો ત્રણેયની નેટવર્થ

1 hour ago
Author: Darshana Visaria
Article Image

આયુષ્માન ખુરાનાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પતિ પત્ની ઔર વો ટુ' આજે એટલે કે 15મી મે, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. રિલીઝની સાથે જ ચાહકોમાં એ વાતની ખૂબ જ ઉત્સુકતા છે કે આ ત્રણેય એક્ટ્રેસમાંથી કોની નેટવર્થ સૌથી વધુ છે, ચાલો તમને વિસ્તારથી જણાવીએ...

સારા અલી ખાને વર્ષ 2018માં 'કેદારનાથ' થી બોલિવૂડમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'સિમ્બા' અને 'ઝરા હટકે ઝરા બચકે' જેવી હિટ ફિલ્મો આપી છે. સારા અત્યારે આ ત્રણેયમાં સૌથી વધુ નેટવર્થ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સારા અલી ખાન અંદાજે 55 કરોડથી 82 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકણી છે. તે પોતાની એક ફિલ્મ માટે 5થી 7 કરોડ રૂપિયા જેવી મોટી ફી વસૂલે છે. તેની કમાણીમાં ફિલ્મોની સાથે મોંઘા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો પણ મોટો ફાળો છે.

રકુલ પ્રીત સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી અને હવે તે બોલિવૂડમાં પણ એક જાણીતું નામ બની ગઈ છે. 'દે દે પ્યાર દે' જેવી સફળ ફિલ્મો આપનાર રકુલની કુલ સંપત્તિ અંદાજે 49 કરોડ રૂપિયાની આસપાસ છે. ફીની વાત કરીએ તો રકુલ એક ફિલ્મ માટે 3થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મુંબઈ અને હૈદરાબાદમાં તેની પ્રોપર્ટી અને બિઝનેસ રોકાણ તેની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

વાત કરીએ તો વામિકા ગબ્બીએ બાળ કલાકાર તરીકે 'જબ વી મેટ' થી શરૂઆત કરી હતી, પરંતુ તાજેતરની વેબ સિરીઝ જેમ કે 'જુબલી' અને 'ખુફિયા' એ તેને સ્ટાર બનાવી દીધી છે. વામિકાની નેટવર્થ અંદાજે 10થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે. રિપોર્ટ્સ મુજબ, તેણે અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા' માટે ત્રણ કરોડ રૂપિયાની ફી લીધી છે. જોકે તે અન્ય બે એક્ટ્રેસ કરતાં નેટવર્થમાં પાછળ છે, પરંતુ તેની લોકપ્રિયતા અને કામ કરવાની ઝડપ જોતા તેની નેટવર્થમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આમ, જો કમાણી અને નેટવર્થની તુલના કરવામાં આવે તો સારા અલી ખાન આ રેસમાં સૌથી આગળ છે. જોકે, 'પતિ પત્ની ઔર વો ટુ'ના રિવ્યૂઝ મુજબ, વામિકા અને રકુલ પણ પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી રહી છે. ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ હોવાથી વીકેન્ડ પર બોક્સ ઓફિસ પર મોટો ધડાકો થવાની આશા છે.