Sat Apr 25 2026

Logo

ભાવનગરમાં  ‘ઈનારકો’ કંપનીના શ્રમિકોનો કંપની બહાર હલ્લાબોલ, ભેદભાવભરી નીતિ વિરુદ્ધ મોરચો માંડ્યો

19 hours ago
Author: Devayat Khatana
Article Image

ફોટો: વિપુલ હિરાણી


(અમારા પ્રતિનિધિ તરફથી) 

ભાવનગરઃ
શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી રબર ફેક્ટરી 'ઈનારકો પ્રાઇવેટ લિમિટેડ'  ના કર્મચારીઓએ કંપની દ્વારા સુવિધાઓમાં કરવામાં આવેલા કાપ અને ભેદભાવભર્યા નીતિ-નિયમો વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કંપનીનો પ્લાન્ટ નવાપરાથી ભોજપરા શિફ્ટ થઈ રહ્યો છે, જેની સાથે જ કર્મચારીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થશે તેના કંપની બહાર કર્મચારીઓ દ્વારા  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

કંપનીમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓ અને મહિલા શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે, કંપની દ્વારા કાયમી કર્મચારીઓ અને અન્ય વર્કરો વચ્ચે સુવિધાઓ બાબતે અન્યાય કરવામાં આવી રહ્યો છે, કર્મચારીઓના જણાવ્યા હતું કે, નવા લોકેશન (ભોજપરા) પર જવા માટે બસ ભાડું, જમવાનું તેમજ ચા-નાસ્તાના પૈસા વર્કરો પાસેથી વસૂલવામાં આવી રહ્યા છે, જે કાયમી કર્મચારીઓ માટે મફત છે, કંપની દ્વારા એવી શરત રાખવામાં આવી છે કે જો કર્મચારી 26 દિવસ પૂરા ભરે તો જ તેને સ્કીમનો લાભ મળે, કર્મચારીઓનું કહેવું છે કે ભાવનગરથી ભોજપરા જઈને કોઈ પણ વ્યક્તિ માટે 26 દિવસ હાજર રહેવું અત્યંત કઠિન છે, જેના કારણે તેમને કોઈ લાભ મળતો નથી,

કર્મચારીઓની માંગણીઓ જેવી કે, મુસાફરી માટે બસ સેવા ફ્રી કરવામાં આવે, કેન્ટીન અને જમવાની સુવિધા વિનામૂલ્યે મળે, ચા-નાસ્તાના કૂપન ફ્રી આપવામાં આવે અને 26 દિવસની કડક શરત દૂર કરી 24 દિવસ કામ કરનારને પણ લાભ મળે, "અમે કાયમી કર્મચારીઓ કરતા દોઢું કામ કરીએ છીએ, છતાં અમને કોઈ ફાયદો મળતો નથી. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તમામ મહિલા અને પુરુષ વર્કરો સાથે મળીને નિર્ણય લેશે અને ઉગ્ર માર્ગ અપનાવશે, તેમ કર્મચારી સ્વાતિબેન એ જણાવ્યું હતું,

15 વર્ષથી કંપની સાથે જોડાયેલા પ્રિન્સ ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વર્ષોથી સેવા આપવા છતાં મેનેજમેન્ટ દ્વારા પાયાની સુવિધાઓ માટે ના પાડી દેવામાં આવી છે, જો કંપની પોતાની જીદ નહીં છોડે અને કર્મચારીઓની રજૂઆત પર ધ્યાન નહીં આપે, તો તમામ કર્મચારીઓ સામૂહિક રીતે નોકરી છોડી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આ બાબતે કર્મચારીઓએ બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.