બેઇજિંગ : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ માટે ચીનને શ્રેય આપ્યો છે. જેની બાદ ચીને પ્રથમ નિવેદન આપ્યું છે. ચીને ભારપૂર્વક જણાવ્યું છે કે તે સતત શાંતિ અને યુદ્ધવિરામની હિમાયત કરે છે. ચીને ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારનું સ્વાગત કર્યું હતું પરંતુ ઈરાન સાથે કોઈ સીધી વાટાઘાટોની પુષ્ટિ કરી ન હતી જેનાથી કરારની સ્વીકૃતિ થઈ હોય.
ચીને પાકિસ્તાન અને અન્ય રાષ્ટ્રોના પ્રયાસોનું સ્વાગત કર્યું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે પણ પાકિસ્તાન અને અન્ય રાષ્ટ્રોના પ્રયાસોનું સ્વાગત કર્યું હતું, અને કહ્યું હતું કે, વિગતવાર માહિતી આપ્યા વિના ચીને પણ પોતાના સ્તરે પ્રયાસો કર્યા છે. માઓએ ટિપ્પણી કરી,અમે સતત શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામની હિમાયત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે ચીની અધિકારીઓ શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસો કરતાં રહેશે.
ચીન અને પાકિસ્તાને પાંચ-મુદ્દાના પ્રસ્તાવને આગળ વધાર્યો
ઉલ્લેખનીય છે કે, ચીન અને પાકિસ્તાન એક મહિનાના યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી પાંચ-મુદ્દાના પ્રસ્તાવને આગળ વધારવા સંમત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ જે પાંચ મુદ્દાઓ પર કામ કરશે તેમાં યુદ્ધનો તાત્કાલિક અંત આવે અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ વાટાઘાટો શરૂ કરવામાં આવે. તેમજ બિન-લશ્કરી લક્ષ્યોનું રક્ષણ સુનિશ્ચિત કરવું અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પરિવહનની સલામતીની ખાતરી આપવી અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની સર્વોચ્ચતાને જાળવી રાખવી સામેક હતા.