Fri Apr 17 2026

Logo

48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ થશે વક્રી, છ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય...

1 month ago
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ અને વેપારનો કારક માનવામાં આવે છે અને તેમને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે પણ આ ગ્રહોના રાજકુમાર બુધ વક્રી થાય છે, ત્યારે તેની સીધી અસર લોકોની નિર્ણય લેવાની ક્ષમતા અને વાતચીત પર પડે છે. બે દિવસ બાદ બુધ વક્રી થઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 26મી ફેબ્રુઆરીથી ગ્રહોના રાજકુમાવ બુધ કુંભ રાશિમાં વક્રી થઈ રહ્યા છે અને 21મી માર્ચ સુધી તે આ જ અવસ્થામાં રહેશે. બુધના આ વક્રી થવાને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ સમયગાળામાં જૂના અધૂરા કાર્યો ફરીથી સામે આવી શકે છે અને ગેરસમજ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષઃ
મેષ રાશિના જાતકો માટે બુધનું કુંભ રાશિમાં વક્રી થવું આર્થિક સ્થિતિની મજબૂતીનો સંકેત આપે છે. આ સમયે તમારા અટકી પડેલાં નાણાં પણ તમને પાછાળ મળી શકે છે અને આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. રોકાણના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. જૂના મિત્રો સાથે મુલાકાત મનને શાંતિ આપશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. 

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે બુધનું વક્રી સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આ સમયે તમને કારકિર્દીમાં મહેનતનું યોગ્ય ફળ મળવાનો સમય છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવી હાનિકારક સાબિત થઈ શકે છે, ધીરજથી કામ લેશો તો ચોક્કસ તમને ફાયદો થશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. 

મિથુનઃ
મિથુન રાશિ માટે પણ કુંભ રાશિમાં બુધનું વક્રી થવું લાભ કરાવશે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકેલા કામો પૂરા થતાં તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ જગ્યાએ તીર્થયાત્રા કે આધ્યાત્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે. દસ્તાવેજો અથવા કોઈ ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખવી, નાની ભૂલ ભારે પડી શકે છે. સંચાનના કરિયરને લઈને તમે આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પાર્ટનરશિપમાં લાભની તક લઈને આવી રહ્યો છે. તમારા વ્યાવસાયિક સંબંધોમાં સુધારો જોવા મળશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. કુંવારા જાતકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે.  વાતચીત દરમિયાન અહંકારને વચ્ચે ન આવવા દો અને બિનજરૂરી દલીલો ટાળવી તમારા માટે ફાયદાનો સોદો સાબિદ થશે,

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે કલા અને સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે સોનેરી સમય છે. ડિઝાઇન કે આર્ટ સાથે જોડાયેલા લોકોને નવી તકો મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. અચાનક નાણાકીય લાભ થવાની પૂરી સંભાવના છે. જીવનસાથી આ સમયે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી વગેરે પ્લાન કરી શકે છે. 

વૃશ્ચિકઃ
આ રાશિના જાતકો માટે પણ બુધનું વક્રી થવું જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવશે. આ સમયે જો તમને ઘર કે કાર ખરીદવા સંબંધિત જૂની સમસ્યાઓ સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. કૌટુંબિક વિવાદો પૂરા થતા માનસિક શાંતિનો અનુભવ થશે. માતા-પિતાના આશિર્વાદથી આ સમયે તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે.

વધુ જુઓ...