Sun Apr 19 2026

Logo

આજનું રાશિફળ (07-03-26): સૂર્ય-બુધના સંયોગથી બનશે 'બુધાદિત્ય રાજયોગ'; મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર

1 month ago
Author: Darshana Visaria
Article Image

મેષ: 
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. બુધાદિત્ય યોગને કારણે નોકરીમાં નવી તકો અને પ્રોત્સાહન મળી શકે છે. વેપારમાં કરેલું જૂનું રોકાણ આજે ફાયદો કરાવી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને મિત્રોનો સહયોગ મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું. તમારા જીવનમાં આજે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. સંતાનને કોઈ જવાબદારી સોંપ્યુ હશે તો તે તેને સરળતાથી પૂરી કરશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

વૃષભ: 
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભા થતા મન પ્રસન્ન રહેશે અને ઘર માટે નવી ચીજવસ્તુઓની ખરીદી કરી શકશો. કાર્યસ્થળ પર તમારી વાણીના પ્રભાવથી અટકેલા કામો પૂર્ણ થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. સંતાનોના ભવિષ્યને લઈને ચાલતી ચિંતા દૂર થશે. વિદેશથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. આજે તમારે કોઈ પણ ખર્ચ કરતાં પહેલાં સમજી વિચારીને આગળ વધવું પડશે, તો જ તમારું બજેટ ગડબડ નહીં થાય. 

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ રહેશે. તમારી રાશિમાં ગ્રહોની અનુકૂળતાને કારણે વેપારમાં મોટો આર્થિક લાભ થવાના સંકેત છે. નોકરી કરતા લોકોને બોસ તરફથી પ્રશંસા અને નવી જવાબદારી મળી શકે છે. જૂના વિવાદો કે કોર્ટ-કચેરીના મામલામાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. સાંજનો સમય પરિવાર સાથે મનોરંજનમાં પસાર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે, માત્ર આંખોની કાળજી રાખવી પડશે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે, જેને કારણે તમને ભવિષ્યમાં ચોક્કસ જ લાભ થશે. જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો.

કર્ક:
કર્ક રાશિના જાતકોએ આજે બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો પડશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેતા શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે. મુસાફરી દરમિયાન સામાનનું ખાસ ધ્યાન રાખવું અને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. આધ્યાત્મિકતા તરફ રુચિ વધવાથી માનસિક રાહત મળશે. જીવનસાથી સાથે નાની વાતમાં મનભેદ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. શેરબજારમાં જોખમ લેવું નહીં. લાંબા સમયથી જો કોઈ કામ પૂરું કરવાનું વિચારી રહ્યા હશો તો આજે એ કામ સરળતાથી પૂરું થશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. 

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. રાજનીતિ કે વહીવટી સેવાઓ સાથે જોડાયેલા લોકોને મોટું પદ કે સન્માન મળી શકે છે. ધંધામાં અચાનક નવી ભાગીદારી શરૂ કરવાના યોગ છે જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. પિતા કે વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી નોંધપાત્ર રહેશે. અટવાયેલા નાણાં પરત મળતા આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્ય ઉત્તમ જણાશે. આજે માતા-પિતાના આશિર્વાદ લઈને કોઈ પણ કામ કરશો તો એમાં ચોક્કસ જ તમને સફળતા મળી રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો મધ્યમ રહેશે. 

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. ઓફિસમાં વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારા રહસ્યો કોઈને કહેવા નહીં. વેપારમાં મધ્યમ ગતિએ કામકાજ ચાલશે, પરંતુ નવી યોજનાઓ અમલમાં મૂકી શકશો. પરિવારમાં કોઈના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થવાની સંકેત છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને કાયદાકીય નિયમોનું પાલન કરવું. વિદ્યાર્થીઓએ લક્ષ્ય પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી પડશે. મનમાં થોડી બેચેની અનુભવાઈ શકે છે. વાહન ચલાવતી વખતે આજે તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાના યોગ બની રહ્યા છે. વિના કારણ કોઈ સાથે પણ વાદ-વિવાદમાં પડવાથી બચો. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક અને લાભદાયી રહેશે. આવકમાં વધારો થતા આર્થિક બોજ ઓછો થશે અને તમે જૂના દેવામાંથી મુક્ત થઈ શકશો. મિત્રો સાથે મળીને કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો. વિવાહિત જીવનમાં સુખ-શાંતિ રહેશે અને તમે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈ શકો છો. કલા અને સાહિત્યમાં રસ ધરાવતા લોકોને સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવા-પીવામાં આજે ખૂબ જ સાવધાની રાખવી પડશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો. આજે તમારે કોઈ કામને કારણે સ્ટ્રેસનો સામનો કરવો પડશે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય અને વાણી બંને પર સંયમ રાખવો. શરદી-ઉધરસ કે મોસમી બીમારીઓથી બચવા કાળજી લેવી. પ્રોપર્ટી કે વાહનને લગતા કામોમાં વિલંબ થઈ શકે છે. નોકરીમાં કામનું દબાણ રહેશે, પરંતુ તમારી આવડતથી તમે તેને સમયસર પૂર્ણ કરી શકશો. સંતાનોના વર્તનથી થોડું મન દુઃખ થઈ શકે છે. આર્થિક બાબતોમાં કોઈની ગેરંટી લેવાથી બચવું. શનિદેવની ઉપાસના કરવાથી માનસિક શાંતિ મળશે અને અડચણો દૂર થતાં તમને રાહતનો આભાસ થશે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો, પરંતુ ફરવા જતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.  

ધન: 
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે શિક્ષણ અને બૌદ્ધિક કાર્યો માટે એકદમ અનુકૂળ અને શ્રેષ્ઠ રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાના પ્રબળ યોગ છે. કરિયરમાં પ્રગતિ માટે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત થઈ શકે છે. ધાર્મિક યાત્રા કે પરોપકારના કાર્યોમાં સમય વિતશે. વ્યાપારમાં નફો વધવાની શક્યતા છે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. સાંજનો સમય સાહિત્ય કે સંગીત સાંભળવામાં પસાર થશે. આજે તમે મનગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરશો. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને મહેમાનોની અવરજવર જોવા મળશે. 

મકર: 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનતનો રહેશે. કાર્યસ્થળ પર નવા પડકારો સામે આવી શકે છે, પરંતુ તમારી ધીરજ તમને વિજય અપાવશે. મકાન કે જમીનને લગતા અધૂરા કામો ગતિ પકડશે. માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. નાણાકીય બાબતોમાં સંતુલન જાળવવું જરૂરી છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું અને પોતાનું ધ્યાન કામ પર કેન્દ્રિત કરવું. યોગ અને ધ્યાન કરવાથી દિવસ દરમિયાન ઉર્જા જળવાઈ રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. મિત્ર માટે આજે તમારે પૈસાની થોડી વ્યવસ્થા કરવી પડી શકે છે. 

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરનારો રહેશે. તમારા અટકેલા કામો ભાગ્યના જોરે પૂર્ણ થશે. નાની ટૂંકી યાત્રા લાભદાયક સાબિત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે. સામાજિક જવાબદારીઓ વધશે, જેનો તમે સારી રીતે સામનો કરશો. પ્રિયજન સાથેની મુલાકાત મનને પ્રસન્ન કરશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. 

મીન: 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. આર્થિક લેવડ-દેવડમાં ખાસ તકેદારી રાખવી, અન્યથા નુકસાન થઈ શકે છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થશે. વાણીમાં મધુરતા રાખવાથી કઠિન કામો પણ સરળતાથી પતી જશે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવી પડશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, પેટમાં ગરબડ થઈ શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જે તમને માનસિક રીતે મજબૂત બનાવશે. અચાનક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.

વધુ જુઓ...