આપણામાંથી મોટાભાગના લોકોએ ફોરવ્હીલરમાં ટ્રાવેલ કર્યું હશે કે પછી ડ્રાઈવિંગ કર્યું જ હશે. આવી પરિસ્થિતિમાં જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કારના વિન્ડશિલ્ડની કિનારીઓ પર નાના નાના કાળા રંગના ટપકાંઓની એક અનોખી પેટર્ન જોવા મળે છે. હવે આપણામાંથી અનેક લોકો આ કાળા ટપકાંને કારની ડિઝાઈનનો ભાગ માની લે છે અને તેનું ખાસ કોઈ બીજું મહત્ત્વ નથી એવું ધારી લે છે. પરંતુ હરકીકતમાં એવું નથી હોતું. ચાલો તમને આજે આ કારના વિન્ડશિલ્ડ પર જોવા મળતાં આ કાળા ટપકાંઓના મહત્ત્વ અને કામ વિશે વાત કરીશું...
મળતી માહિતી મુજબ કારની વિન્ડશીલ્ડ (કાચ) ની કિનારીઓ પર તમે નાના-નાના કાળા ટપકાંઓની એક પેટર્ન જોઈ હશે. ઘણા લોકો તેને માત્ર ડિઝાઈન સમજે છે, પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ભાષામાં તેને 'ફ્રિટ' (Frit) કહેવામાં આવે છે. આ ટપકાંઓ હકીકતમાં તો એક હાઈ-ટેક ફીચર છે જે તમારી સિક્યોરિટી અને કારની મજબૂતી માટે અત્યંત જરૂરી છે.
ટેમ્પરેચર બેલેન્સ
તપતા તડકામાં કાચ ખૂબ ગરમ થઈ જાય છે. જો આ બિંદીઓ ન હોય, તો કાચની ધાર અને મધ્ય ભાગ વચ્ચે તાપમાનનો મોટો તફાવત ઉભો થઈ શકે છે, જેના કારણે કાચમાં તિરાડ (Lensing) પડી શકે છે. આ બિંદીઓ ગરમીને સમાન રીતે ફેલાવવામાં મદદ કરે છે, જેથી કાચ ચટકતો નથી.
સીલન્ટનું રક્ષણ
કારના કાચને ફ્રેમ સાથે ચિપકાવવા માટે ખાસ 'યુરેથેન સીલન્ટ' (ગુંદર) વપરાય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો આ ગુંદરને ઓગાળી શકે છે. કાળા ટપકાંઓ આ કિરણોને રોકવાનું કામ કરે છે, જેથી ગુંદર પીગળતો નથી અને કાચ પોતાની જગ્યાએ મજબૂતીથી ટકી રહે છે.
સ્ટ્રોન્ગ ગ્રિપ
વિન્ડશીલ્ડ પર જોવા મળતાં આ કાળા ટપકાં કાચની સપાટીને થોડી ખરબચડી બનાવે છે, જેને ટેકનિકલ ભાષામાં 'એચેસ' (Etches) તરીકે ઓળખવામાં આવે છે. આને કારણે કારના કાચ અને કારની ફ્રેમ વચ્ચેની પકડ ઘણી મજબૂત બને છે.
જો આ ટપકાંઓ ઘસાઈ જાય તો?
જો ગ્લાસ વિન્ડ પર જોવા મળતાં આ કાળા ટપકાં ઝાંખી પડી જાય કે ઘસાઈ જાય, તો તેને હળવાશથી ન લેવી જોઈએ. 'ફ્રિટ' નબળું પડવાથી વિન્ડશીલ્ડ ઢીલું થઈ શકે છે અને અચાનક બહાર નીકળી શકે છે. બ્રેક્સની જેમ જ આ બિંદીઓનું પરફેક્ટ હોવું પેસેન્જરની સુરક્ષા માટે અનિવાર્ય છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...