Thu May 21 2026

Logo

પશ્ચિમ બંગાળમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે

2 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

ANI


કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને ટીએમસીની હાર બાદ ભાજપે સરકાર રચનાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં મમતા બેનર્જીએ રાજીનામું નહિ આપવાની જાહેરાત કરી છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ સવારે 10:00 વાગ્યે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 

વડાપ્રધાન પણ હાજરી આપે તેવી શક્યતા  

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી અપેક્ષા છે. સૂત્રો અનુસાર વડા પ્રધાન, એનડીએ અને ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. તેમજ  બે ડઝન મંત્રીઓ પણ સાથે  શપથ લે તેવી શક્યતા છે. 

ભાજપે 207 બેઠકો જીતીને મજબૂત પ્રદર્શન કર્યું

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કાના મતદાન પછી 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં  રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. જેમાં ટીએમસી ફક્ત 80 બેઠકો મેળવી  જ્યારે ભાજપે 207 બેઠકો જીતીને મજબૂત પ્રદર્શન કર્યું હતું. 

શપથ ગ્રહણ સમારોહ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિએ 

ભાજપે બંગાળની અસ્મિતાને મજબૂત કરવા માટે  શપથ ગ્રહણ સમારોહ માટે રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ પસંદ કરી છે. આ દિવસ 25મી વૈશાખ છે જે બંગાળી કેલેન્ડર મુજબ ટાગોર જયંતિ છે.