Fri May 15 2026

Logo

ગ્રહોના સેનાપતિનું થશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો બનશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2 days ago
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની ખાસિયતને ધ્યાનમાં લઈને તેને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આ જ અનુસંધાનમાં મંગળને સાહસ, પરાક્રમ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે અને તેને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ મંગળ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે, જેની કેટલીક રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળશે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આશરે એક મહિના બાદ એટલે કે 16મી જૂન 2026ના રોજ મંગળ સૂર્યના પ્રભાવશાળી એવા કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પાંચમી જુલાઈ સુધી અહીં બિરાજમાન રહેશે. મંગળ અને સૂર્ય બંને અગ્નિ તત્વના હોવાથી આ ગોચર કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખોલનારું સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે મંગળનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થશે... 

મેષ: 

ગ્રહોના સેનાપતિ મંગળનું આ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે. આ સમયે તમને એક પછી એક સારા સમાચાર મળી સકે છે. તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈ પર લઈ જશે. શારીરિક ઉર્જામાં વધારો થવાથી તમે અશક્ય કામો પણ પૂરા કરી શકશો. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં અણધાર્યા આર્થિક લાભના પ્રબળ યોગ છે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત ભાગ્યશાળી રહેશે. આ સમયે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. બેંક બેલેન્સમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

વૃશ્ચિક રાશિ: 

આ સમયે વૃશ્ચિક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં અદભૂત વધારો જોવા મળશે. આકસ્મિક ધનલાભ થવાથી જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. જોકે, ઉત્સાહમાં આવીને ઉતાવળિયો નિર્ણય ન લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવનારો રહેશે.

મીન રાશિ:

મીન રાશિના જાતકો માટે ગ્રહોના સેનાપતિ મંગળનું ગોચર શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આર્થિક દૃષ્ટિએ મંગળનું ગોચર તમારા માટે વરદાન સમાન રહેશે. ખાસ કરીને વિદેશી વ્યાપાર કે નોકરી સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. રોકાણ માટેના મોટા નિર્ણયો લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

વધુ જુઓ...